Breaking : બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા (Board Exam) ની તારીખો જાહેર થઈ ગઈ છે. 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાશે. જ્યારે કે, 5 માર્ચ થી 21 માર્ચ દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. તેમજ ધોરણ -12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 થી 17 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 29 નવા કેન્દ્રો આપવામાં આવ્યા છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા (Board Exam) ની તારીખો જાહેર થઈ ગઈ છે. 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાશે. જ્યારે કે, 5 માર્ચ થી 21 માર્ચ દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. તેમજ ધોરણ -12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 થી 17 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 29 નવા કેન્દ્રો આપવામાં આવ્યા છે.
2019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. ત્યારે રાજ્યભરના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે વાંચવા માટેનું ટાર્ગેટ સેટ કરી શકશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડ પણ જાહેર કરાયું છે. જે અંતર્ગત બોર્ડની પરીક્ષાઓની જાહેરાત કરાઈ છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત કેલેન્ડરમાં ઉનાળુ વેકેશનની પણ જાહેરાત કરાઈ છે. જે મુજબ, 4 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે.
બોર્ડના પેપર લીક ન થાય તે માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી ખાસ મોબાઇલ એપ્લિકેશન બોર્ડ દ્વારા લોન્ચ કરાશે. આ મોબાઈલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવા પડશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઈ ફરિયાદ ન ઊઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ કરનારા તમામ સેન્ટર રદ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે