LRD ભરતી મુદ્દે મોટા સમાચાર: 11 હજાર જગ્યા માટે કેટલા ઉમેદવારોએ અરજી કરી, આંકડો જાણી ચોંકી જશો
LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.
Trending Photos
ઝી ન્યૂઝ/બ્યૂરો: ગુજરાતના યુવાનો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે યુવાનો પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ અહેવાલ જાણવો જરૂરી બની જાય છે. લોકરક્ષક દળની ભરતી મામલે આજે એક મોટા સમાચાર છે. LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.
પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)ની ભરતી માટે હાલ કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી પરંતુ જ્યયારે દસ્તાવેજ ચકાસણી થશે ત્યારે તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આવતીકાલે LRD ભરતીની અરજી કરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે આજ રાત સુધીમાં અરજી કરવા હસમુખ પટેલે તમામ ઉમેદવારોને અપીલ કરી છે. અત્યાર સુધીમાં 11,13,251 ઉમેદવારોએ અરજી કરી હોવાનું તેમણે જણાવ્યું છે. જેમાં 8,68,422 ઉમેદવારોની અરજી સ્વીકારાઈ છે. જેમાં 6,35,008 પુરુષ ઉમેદવારોએ LRD ભરતીની અરજી કરી છે અને 2,33,414 મહિલા ઉમેદવારોએ LRD ભરતી માટે અરજી કરી છે. આ સિવાય રાજ્યમાં ચાર વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે એવી જાહેરાત અગાઉ કરાઈ હતી.
લોકરક્ષક ભરતી:
Total Applications: 11,13,251
Confirm Application: 8,68,422
Male Application: 6,35,008
Female : 2,33,414
Fee paid by:
UPI : 65,208
Other:7129
Post : 12,277
Total:98,642
આવતીકાલે અરજી માટે નો છેલ્લો દિવસ છે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 8, 2021
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે કરેલ જાહેરાત પ્રમાણે પોલીસતંત્રમાં લોક રક્ષક દળમાં જે 10,988 જગ્યાની ભરતી થવાની છે. તેમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગાઓ ખાલી છે જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગાઓ છે. આ ઉપરાંત એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થવાની છે. આ પૈકી એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને મહિલાઓ માટે 1983 જગ્યા અનામત રખાઇ છે.
લોક રક્ષક ભરતી ની અરજી કરવા માટે ઉમેદવાર પાસે હાલ કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી દસ્તાવેજ ચકાસણી વખતે કોમ્પ્યુટર સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 8, 2021
તમને જણાવી દઈએ કે લોક રક્ષક દળ (LRD)માં આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખવામાં આવી છે. આ લોક રક્ષક દળ (LRD)માં ભરતીમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે.
લોક રક્ષક ભરતી:
Total Applications: 9,69,556
Confirm Application: 7,62,486
Male Application: 5,56,441
Female : 2,06,266
અરજી કરવાના છેલ્લા ત્રણ દિવસ બાકી.
જે લોકોને અરજી confirm કરવાની બાકી છે તે સમયસર કરી લે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરી છે કે કેમ તેની ખાતરી કરી લેવી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 7, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે