મોરબીમાં રસ્તા પર ગાડી રોકીને ચલાવાઈ 6.15 લાખની લૂંટ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં

સામાન્ય રીતે તહેવારોના સમયે તસ્કરો અને લૂંટારૂ બેફામ બનતા હોય છે. બંધ ઘરને ટાર્ગેટ બનાવી ચોરી અને લૂંટને અંજામ આપતા હોય છે. એવું કંઈક મોરબીમાં બન્યું. જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

મોરબીમાં રસ્તા પર ગાડી રોકીને ચલાવાઈ 6.15 લાખની લૂંટ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ સામાન્ય રીતે તહેવારોના સમયે તસ્કરો અને લૂંટારૂ બેફામ બનતા હોય છે. બંધ ઘરને ટાર્ગેટ બનાવી ચોરી અને લૂંટને અંજામ આપતા હોય છે. એવું કંઈક મોરબીમાં બન્યું. જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો.દિવાળીના તહેવારોમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. ક્યાંક દુકાનોને ટાર્ગેટ બનાવી, તો ક્યાંક બંધ ઘરના તાળા તૂટ્યા. તહેવારમાં લોકો ફરવા જતા હોવાથી તકનો લાભ લઈ લૂંટારૂઓ ગુનાને અંજામ આપતા હોય છે. પરંતુ મોરબીમાં લાભ પાંચમના દિવસે જ લૂંટારૂઓએ મોટી લૂંટને અંજામ આપ્યો છે.

લાંભપાંચમે દિલધડક લૂંટ-
લાભ પાંચમને આમ તો શુભ મુહૂર્ત માનવામાં આવે છે. જો કે મોરબીમાં લૂંટારૂએ લાભ પાંચમે દિલધડક લૂંટ કરી બોણી કરી. મોરબીના સોખડા પાસે 6.15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી. જેમાં ચોંકાવનારી વાત તો એ છે ડ્રાઈવરને ગોંધી રાખી બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો

ડ્રાઈવરને બંધક બનાવી લૂંટ-
સોખડા ગામા પાટિયા પાસે વહેલી સવારે બે લૂંટારૂ ત્રાટક્યા. પિતૃકૃપા હોટેલ નજીક વાહનને રોક્યું અને ડ્રાઈવરને બંધ બનાવ્યો. ત્યાર બાદ 6 લાખ 15 હજાર રૂપિયાની લૂંટને અંજામ આપ્યો. હાલ તો પોલીસે લૂંટારૂઓને શોધવા તપાસ તેજ કરી છે.

રૂપિયા આપવા જતા વાહનને બનાવ્યો ટાર્ગેટ-
ભૂજથી બિલના રૂપિયા પહોંચાડવા માટે બોલેરો કાર જઈ રહી હતી. તે જ સમયે સોખડા ગામના પાટિયા પાસે તેને આંતરી 6.15 લાખ રૂપિયા લૂંટી લીધા. જેની જાણ થતા DySP, PI, PSI સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને રોકડ સહિત લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news