ગુજરાતના આ ગામમાં વિકૃત યુવકોએ કોથળામાં પુરી ડંડા ફટકારીને 25 કૂતરાને મારી નાંખ્યાં! વીડિયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં સમૂહ લગ્નની તૈયારીના ભાગરૂપે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગામના યુવકોએ કૂતરાઓને શોધી-શોધીને 25થી વધારે કૂતરા અને તેના ગલુડિયાંને કોથળામાં પૂરી ફટકાર્યા હતા. અને ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરી નાંખી...

ગુજરાતના આ ગામમાં વિકૃત યુવકોએ કોથળામાં પુરી ડંડા ફટકારીને 25 કૂતરાને મારી નાંખ્યાં! વીડિયો વાયરલ

કૌશલ જોશી, ગીર સોમનાથઃ વિનાશકાળે વિપરિત બુદ્ધિ આ કહેવત તો તમે સાંભળી હશે...પણ વિકાશ કરે છે વિકૃત બુદ્ધિ આ નવી કહેવત હાલ ગુજરાતમાં બનેલી એક ઘટનાને સાર્થક કરે છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક વિકૃત યુવકોએ મળીને એવું કૃત્ય કર્યું છેકે, જેને સાંભળીને ભલભલાનું રદય પણ કાંપી જાય...શિયાળાની કડકડતી ઠંડીમાં આપણને સહેજ અમથો ધક્કો પણ વાગે તો આખો દિવસ દુખાવો રહેતો હોય છે. ત્યારે કેટલાંક વિકૃત યુવકોએ ગામના કૂતરાઓ અને તેમના બચ્ચાને કોથળામાં પુરી પુરીને પાઈપો-ડંડાઓ અને લાકડીઓથી મારી મારીને તેમને નિર્દયતાથી હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે.

ક્રૂરતાની હદ પાર કરતા કેટલાક લોકોનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં ગામમાં સમૂહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા નિર્દોષ શ્વાનોને મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની ઘટના વેરાવળના આજોઠા ગામમાંથી સામે આવી છે. આ મામલે કેટલાક જીવદયા પ્રેમીઓએ આ ક્રુત્ય આચરનારા વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં સમૂહ લગ્નની તૈયારીના ભાગરૂપે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગામના યુવકોએ કૂતરાઓને શોધી-શોધીને 25થી વધારે કૂતરા અને તેના ગલુડિયાંને કોથળામાં પૂરી ફટકાર્યા હતા. અને ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરી નાંખી...

આ સિવાય કેટલાક કૂતરાઓને લાકડી અને પાઈપ વડે જીવલેણ રીતે ફટકારી ગંભીર રીતે ઘાયલ કરી મોતના મુખમાં ધકેલી દેવાયા હતા. એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે, કેટલાય લોકોએ ઓરડીમાં કૂતરાઓ લઈ માર મારતા હોય તેવો હચમચાવી નાખે તેઓ વીડિયો સામે આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

જોકે ZEE 24 કલાક વાયરલ થઈ રહેવા વીડિયોની પુષ્ટી નથી કરતું. પરંતુ લોકોની આવી નિર્દયતાનો વીડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા. ત્યારે ગુજરાતના એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્ર શાહે કલેક્ટર અને પોલીસને પત્ર લખીને કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, હું આજોઠા ગામની બાજુમાં જ રહું છું. લગ્નનો પ્રસંગ હતો, કૂતરી ત્યાં બધાને બચકાં ભરતી હતી. તેથી યુવકો તે અને બચ્ચાને પકડીને બહાર મુકી આવ્યાં હતાં. વિકૃત લોકોએ ખોટી રીતે આ વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો ખોટો છે, કોઈપણ કૂતરાની હત્યા કરવામાં આવી નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news