Ambalal Patel: અંબાલાલ પટેલે કહ્યું કંઈક નવાજૂની થશે, વરસાદમાં આ વિસ્તારોનો વારો પડશે

Ambalal Patel: આજે ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ? આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે શું કરી છે મહત્ત્વની આગાહી? જાણો શું નવાજૂની થવાની સંભાવના છે....

Ambalal Patel: અંબાલાલ પટેલે કહ્યું કંઈક નવાજૂની થશે, વરસાદમાં આ વિસ્તારોનો વારો પડશે

Gujarat Weather Update: બદલાતા સમયની સાથે વેધરમાં પણ સતત ચેન્જ આવી રહ્યો છે. એક તરફ વરસાદ પડ છે તો બીજી તરફ ભારે બાફ અને બફારો થાય છે. આ સ્થિતિ ક્લાયમેટ ચેન્જની અસર દર્શાવે છે. ત્યારે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આ વખતે વરસાદી સિઝનમાં પણ ગરમીનો જ માહોલ રહેશે. ઠંડા પવનોથી વાતાવરણ ઠંડુ રહે તેવી શક્યતા સાવ નહીંવત છે. એ સાથે જ તેમણે એવી પણ સંભાવના વ્યક્ત કરી છેકે, આ વખતે ચોમાસામાં કંઈક નવાજૂની થઈ શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાંક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાના કારણે દરિયો વલોવાતો હોય તેવી સ્થિતિ બનવાની સંભાવના વ્યક્ત છે. એટલું જ નહીં આ સિઝનમાં સપ્ટેમ્બરમાં કંઈક નવાજૂની થશે. આગામી અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે. જેને કારણે રાજ્યના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મોટો છે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં તેની મોટી અસર જોવા મળશે. ખાસ કરીને આ ડિપડિપ્રેશનના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આ સિસ્ટમની અસર આડકતરી રીતે ગુજરાત પર પણ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. 

આજે ક્યાં ક્યાં વરસાદ થશે?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજે એટલેકે, તારીખ 6 ઓગસ્ટના રોજ વાતાવરણમાં મોટો બદલાવ થઈ શકે છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં સર્જાયેલાં ડિપડિપ્રેશનને પગલે વાતાવરણ વરસાદી બની શકે છે. ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના પંચમહાલ, વડોદરા, આહવા, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news