ભાજપના રાજમાં ફરી પેપર ફૂટ્યું! પેપર લીક થતાં જુનિયર કલર્કની પરીક્ષા મોકૂફ, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડા

આજે 11 વાગ્યે આ પરીક્ષા યોજાવાની હતી. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહએ જણાવ્યુંકે, શનિવારે મોડી રાત્રે પેપર ફૂટ્યું હતું. અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું. 

ભાજપના રાજમાં ફરી પેપર ફૂટ્યું! પેપર લીક થતાં જુનિયર કલર્કની પરીક્ષા મોકૂફ, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડા

હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર કર્લકની પરીક્ષા યોજાવવાની હતી. જોકે, અચાનક પેપર લીકના સમાચાર સામે આવતા સરકારે પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજિકા કચેરિયાએ ઝી24કલાક સાથેની એક્સકલુસિવ વાતચીતમાં જણાવ્યું કે, આજે વહેલી સવારે પરીક્ષાના કેટલાંક કલાકો પહેલાં જ અમને પેપરલીકની જાણ થઈ હતી. આ અંગેની જાણ થતાં જ સરકારે તાત્કાલિક આ અંગે પગલાં લીધાં છે. ઉમેદવારોના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે સરકારે તુરંત જ આજે યોજાનારી જુનિયર કલર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પુરતી આ પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવી છે. સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે.

No description available.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજિકા કચેરિયાએ વધુમાં જણાવ્યું કે, જુનિયર કર્લકની પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થઈ ગયો હતો. સરકાર કોઈને છોડશે નહીં. પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આજે પરીક્ષા લેવામાં આવે તો એ ખોટું થશે, એટલે પરીક્ષા મોકૂફ રખાઈ છે. જેને આ કૃત્ય કર્યું છે તેને 100 ટકા દંડ થશે. 70 હજાર લોકો સતત આ કામ પર લાગેલા છે. ડીડીઓ અને ડેપ્યુટી. ડીડીઓ પણ આ કામમાં લાગેલાં છે. ગેરરીતિથી કોઈપણ માણસ સરકારી નોકરી પર બેસે તે યોગ્ય નથી. 7 લાખ કરતા વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરીક્ષા પેપર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, આજે 11 વાગ્યે આ પરીક્ષા યોજાવાની હતી. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહએ જણાવ્યુંકે, શનિવારે મોડી રાત્રે પેપર ફૂટ્યું હતું. અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓનું પેપર લીક થયું હોય. આ પહેલાં બિનસચિવાલયની પરીક્ષાથી માંડીને 9-9 વાર સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓના પેપર ફૂટ્યાં છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. જવાબદારો સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી.

રાજ્ય બહારના તત્વો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. વડોદરાથી પેપરના અમુક ભાગો લીક થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. વડોદરામાં પેપરના અમુક ભાગો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને મળ્યા હોવાની વાત પણ સામે આવી છે. તેના આધાર પર પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય બહારની ગેંગની સંડોવણી હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42  સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું. પેપરલીક થતા પરીક્ષાર્થીઓ નીરાશ થયા છે. ત્યારે પરીક્ષાર્થીઓને ઘર સુધી પરત જવા માટે સરકારે ખાસ નિર્ણય કર્યો છે. પરીક્ષાર્થીઓ વિના મૂલ્યે એસટી બસમાં પોતાના ઘરે પરત ફરી શકશે તેવો નિર્ણય કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news