એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં પાવડો, ગુજરાતના અદભુત અધ્યાપિકાની સંઘર્ષથી સફળતા સુધીની સફર...
71 વર્ષની વયે પણ ખેતી અને પશુપાલન કરતા નિવૃત અધ્યાપિકાની કહાની. એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં પાવડો ઊંચકીને કર્યો છે સંઘર્ષ. વૃદ્ધ માતા પિતાની સેવા અને સ્વર્ગસ્થ નાના ભાઇનાં સંતાનોનાં ઉછેર માટે જીવન સમર્પિત કર્યું.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ પાસેનાં જીટોડીયા ગામની એક એવી મહિલા કે જેણે પોતાનાં સ્વર્ગવાસી ભાઈનાં સંતાનો અને નાની બહેનનાં ઉછેર માટે તેમજ વૃદ્ધ માતા પિતાની સેવા માટે પોતાની ખુસીઓનું બલિદાન આપી દીધું પોતાનાં પરિવાર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું,પ્રોફેસર હોવા છતાં એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં દાતરડું અને પાવડું પકડી જેમણે શ્રમ કર્યો છે,અને આજે 71 વર્ષની વયે પણ જુવાનીયાઓને સરમાવે તેવી સ્ફુર્તીથી ખેતરમાં કામ કરી રહ્યા છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગાંધી વિચારવાદી મહિલાની વાત વિશે વિગતવાર વાંચો આ આર્ટિકલમાં...
જીટોડીયા ગામનાં ડૉ.મંજુલાબેન પટેલને આજે સમગ્ર ગામનાં નાના મોટા સૌ મંજુલાફોઈનાં હુલામણા નામથી ઓળખે છે.તેઓએ પોતાનાં માતા પિતાનાં સહયોગથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી એક શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા દરમિયાન તેઓનાં નાના ભાઈનું નિધન થતા તેમની વિધવા માતા પર મોટી આફત આવી પડી, યુવા વયે વિધવા બનેલા ભાભીને તેમજ તેમનાં નાના બાળકો અને એક નાની બહેનને જોઈને તેમનું હૃદય દ્વવી ઉઠયું, તેઓએ પોતાની વૃદ્ધ માતાની સેવા કરવા અને નાના ભાઈઓનાં સંતાનોનાં ઉછેર માટે પોતાનું જીવન સર્મપિત કરવા માટે પોતાનાં પતિથી છુટાછેડા મેળવી જીટોડીયા ગામમાં પોતાનાં પીયેરમાં રહ્યા અને નોકરીની સાથે ખેતીનું કામ પણ સંભાળ્યું અને સાથે સાથે પીએચડીનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો.
તેઓ કોલેજમાં હોય ત્યારે એક હાથમાં પુસ્તક અને ધરે હોય તયારે બીજા હાથમાં દાતરડું અને પાવડો પકડી તેઓએ સંધર્ષ કર્યો અને નાની બહેન તેમજ ભાઈનાં સંતાનોને ઉછેરવાનું શરૂ કર્યું ,પીએચડીની પદવી પ્રાપ્ત કરી તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા,તેઓએ ખેતીની સાથે સાથે પશુપાલન પણ કર્યું ગાયો રાખીને છાણ વાસીદું પણ કર્યું અને પાવડો અને દાતરડું વાપરી ખેતીકામ પણ કર્યું ખેતરમાં જાતે પાણી પણ વાળ્યું, અને કોલેજ જતા પહેલા માથા પર પશુઓ માટે ચારનું પોટલું ઉંચકી ધરેથી ત્રણ કિલોમીટર દુર ખેતરમાંથી ધરે આવે, અને તેઓએ સાથે સાથે પોતાનાં ભાઈનાં સંતાનોને પોતાનાં સંતાનો તરીકે ઉચ્ચ અભ્યાસથી સજ્જ કર્યા અને બહેન સહીત ભત્રીજાઓ ભત્રીજીઓને રંંગેચંગે પરણાવી આજે તેમની બહેનનાં સંતાનો તેમજ સ્વર્ગસ્થ ભાઈનાં સંતાનો વિદેશમાં છે,જયારે એક ભત્રીજો દાંતીવાડા ખાતે કૃષિ યુનિવર્સીટીમાં અધ્યાપક છે.
ડૉ.મંજુલાબેનએ અધ્યાપકની સાથે ગામનાં વિકાસ માટે સરપંચ પદે પણ સેવાઓ આપી હતી,અને ગામનો વિકાસ કર્યો હતો,13 વર્ષ પૂર્વે તેઓ કોલેજમાંથી નિવૃત્ત થયા બાદ આજે પણ ખેતરમાં તમામ કામ કરે છે,પશુપાલન પણ કરે છે,ગાયોને ધાસ નિરવાથી લઈને પાણી પીવડાવવા અને તેઓની કાળજી લેવાનું કામ જાતે કરે છે.,અને નવરાસની પળોમાં તેઓ પુસ્તકો વાંચન કરે છે.આજે 71 વર્ષની વયે પણ તેઓને ખેતરમાં કામ કરતા કે પશુપાલન કરતા જોઈ તેઓની સ્ફુર્તિ સામે જુવાનીયાઓ પણ સરમાઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે