વટવા અને ખાડિયામાં કોંગ્રેસના કાર્યકરોએ જ કર્યો ઉમેદવારનો વિરોધ, જાણો શું છે કારણ

અમદાવાદમાં વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માગ ઉઠી રહી છે.વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે. જ્યારે જમાલપુર-ખાડિયામાં પણ કોંગ્રેસના જ કાર્યકરો ઉમેદવારનો વિરોધ કરી રહ્યાં છે.

વટવા અને ખાડિયામાં કોંગ્રેસના કાર્યકરોએ જ કર્યો ઉમેદવારનો વિરોધ, જાણો શું છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ-કોંગ્રેસ જેવા પરંપરાગત વર્ષોની સાથો-સાથ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા હાલ પોતાના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એવામાં અમદાવાદની વટવા અને જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે કોંગ્રેસમાં આંતરીક વિરોધ બહાર આવ્યો. જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ વટવા બેઠક પર કોંગ્રેસે બહારથી લવાયેલાં આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યાં છે. 

 

અમદાવાદમાં વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માગ ઉઠી રહી છે.વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે. જ્યારે જમાલપુર-ખાડિયામાં પણ કોંગ્રેસના જ કાર્યકરો ઉમેદવારનો વિરોધ કરી રહ્યાં છે. આ સ્થિતિ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અને બાપુનગરથી ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, બેઠક એક જ હોય છે ઉમેદવારી માટે દાવેદાર ઘણાં હોય છે. તેને કારણે સ્વભાવિક રીતે વિરોધ હોઈ શકે. આ નારાજગી ક્ષણિક હોય છે. ભાજપમાં પણ ઉમેદવાર જાહેર થતાં જ ઘણાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અંગે તેમણે કહ્યુંકે, માત્ર પાર્ટી સ્થાપી દેવાથી કોઈ ચૂંટણી જીતાતી નથી. તમારે સતત લોકોની વચ્ચે રહેવું પડે છે. અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ.

 

ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news