ફૂલોના વેસ્ટમાંથી ગુજરાતના આ શહેરમાં બને છે ખાતર, ખેત ઉત્પાદનમાં ખેડૂતોને થશે મોટો લાભ

સુરત મહાનગર પાલિકા અલગ અલગ પ્રોજેકટ દીઠ કરોડોની કમાણી કરતું હોય છે ત્યારે કેટલાય પ્રોજેકટ એવા છે જેમાં તેઓ લાખો રૂપિયાની બચત પણ કરી રહ્યા છે. આ પ્રોજેકટ સમગ્ર દેશમાં રોડ મોડેલ સમાં પણ છે.

ફૂલોના વેસ્ટમાંથી ગુજરાતના આ શહેરમાં બને છે ખાતર, ખેત ઉત્પાદનમાં ખેડૂતોને થશે મોટો લાભ

ચેતન પટેલ, સુરતઃ સુરત મહાનગરપાલિકા ધાર્મિક સ્થળોમાં ઉપયોગમાં લેવાયેલા ફૂલ હારને એકઠા કરી તેમાંથી ખાતર બનાવી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ ધાર્મિક સ્થળમાં ચડાવવામાં આવેલા ફૂલ વેસ્ટ જતા હોય છે. પંરતુ સુરત મહાનગરપાલિકાએ વેસ્ટમંથી બેસ્ટ બનાવી રહી છે. આ પ્રોજેક્ટની સફળતાને જોઈને રાજ્યની બીજી પાલિકાઓ પણ આ દિશામાં આગળ વધશે. 

મંદિર, દેરાસર, દરગાહમાંથી ફૂલહાર એકઠા કરીને કાળુ સોનું કહેવાતું અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે.. એમાં પણ તહેવારના સમયમાં જ્યારે ફૂલનો વધારો ઉપયોગ થતો હોત ત્યારે ખાતરનું પણ વધારે ઉત્પાદન થાય છે. જ્યારથી આ ફૂલહાર પ્લાન્ટમાં આવે છે ત્યારથી ખાતર બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ 70 દિવસ લાગે છે.ફુલ માર્કેટ, મંદિર, દરગાહ, જૈન દેરાસર સહિત ધાર્મિક સ્થળોથી જે પણ ફૂલ અથવા તો વેસ્ટ આવે છે તેને અલગ કરીને સડાવીને અળસીયાને આપવામાં આવે છે. 

અળસિયા એ ખાય છે અને તેના મળથી આપણને કાળું સોનું મળે છે. આ ખાતરનું કામ કરે છે ધરતીની ઉત્પાદન ક્ષમતા વધારવાનું, પાકને સારું ઉત્પાદન આપવાનું છે. અને જો ઉદ્યાનમાં આનો ઉપયોગ કરીએ છીએ તો સારા છોડ થાય છે. આ રીતે જે ખાતરનું ઉત્પાદન થાય છે તે સુરત મહાનગરપાલિકાની ગાર્ડન શાખાને આપવામાં આવે છે. અને શહેરના અલગ અલગ ગાર્ડનમાં તેનો ઉપયોગ થાય છે.

આ ખાતર ધરતીને નરમ બનાવવાનું કાર્ય કરે છે. જેના કારણે તેની પાણી શોષવાની ક્ષમતા વધે છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં પણ એક સારી ફાઈટ આપી શકીએ છે.આ પ્લાન્ટમાં જેટલો પણ વેસ્ટ આવે છે તેનાથી 30 થી 40 ટકા ખાતર બને છે. જ્યારે આખી પ્રોસિજર બાદ આ ખાતર બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તેને સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં મોકલવામાં આવે છે જે આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે આ જ કારણ છે કે સુરત મહાનગરપાલિકાના તમામ ગાર્ડનમાં છોડ ખૂબ જ લીલા અને વધુ સજીવ દેખાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news