Bachu Khabad in controversy in Dahod:પૂર્વ મંત્રી બચુ ખાબડ આવ્યા વિવાદમાં. દેવગઢબારિયા ખાતે મંચ પર ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યાનો આરોપ. કાર્યક્રમમાં લોકોમા આક્રોશ જોઈને PIએ સમજાવતા મામલો પડ્યો થાળે.
Highest Inflation: નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં ફુગાવો 0.62 પોઈન્ટ વધ્યો, પરંતુ હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના અનુમાન કરતાં ઓછો રહ્યો. RBIએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 3.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
Somnath Swabhiman Parv: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં થશે સામેલ, તેમના નેતૃત્વમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથનો ‘સુવર્ણ યુગ’ આવ્યો. દર વર્ષે અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરે છે; મહા શિવરાત્રિ 2025માં જ 3.56 લાખ ભક્તો પહોંચ્યા. ફોર લેન હાઇવે, સાબરમતી–વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ ઍરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્વિક પ્રવેશદ્વાર. સોમનાથની ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ શૉએ છેલ્લા ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા
દુબઈથી પોર્ટુગલ જતો હતો પરિવાર. વિદેશમાં ફસાયેલા પરિવારને સુરક્ષા આપી પરત લાવવાની માંગણી.
Rajkot News:આરોપી રામસિંહ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની છે. તે જસદણના એક ગામમાં રહેતો હતો... તાજેતરમાં જ તેણે ગામની જ એક 7 વર્ષીય માસૂમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.. તેણે બાળકી સાથે હેવાનિયતની હદ પાર કરી હતી. તેણે બાળકીના ગુપ્ત ભાગે લોખંડના સળિયાથી ઈજા પહોંચાડી હતી... જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
Rajkot News:રાજકોટના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં 18 વર્ષીય યુવકની હત્યા. રોડની સાઈડમાં સુતેલા લોકોને ધાર્મિક હેરાન કરતો હતો. બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખ્સે હત્યા કરી. ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારથી હત્યા. પોલીસે આરોપીની અટકાયત કરીને હાથ ધરી પૂછપરછ
શનિ 28 નવેમ્બરે મીન રાશિમાં માર્ગી થઈ ગયા છે. નવા વર્ષ 2026ના પૂર્વાર્ધ સુધી શનિ મીન રાશિમાં માર્ગી રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકો પર શનિનો તાંબાનો પાયો પ્રભાવી રહેશે. શનિના તાંબાના પાયાને જ્યોતિષમાં ખુબ શુભ માનવામાં આવે છે.
Mehsana News: મહેસાણાના કણજીપાણી ગામે 'ભાગેડુ લગ્ન'ના ખળભળાટ વચ્ચે તલાટીએ 'એક વર્ષમાં ₹50 લાખ કમાયા'નો દાવો: લાલજી પટેલની સરકાર પાસે તાત્કાલિક તપાસની માંગ..
અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં જમવા પહોંચેલા ગ્રાહકને થયો કડવો અનુભવ. રોટલીના બાસ્કેટને ખંખેરતા જીવાતો નીકળી બહાર. મનપાએ ફટકાર્યો 25 હજારનો દંડ.
Rajkot News: રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી નજીક ખેતલા આપાના મંદિરમાં વન વિભાગે દરોડો કરી 52 જેટલા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. મંદિરના મહંત વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વન વિભાગે શેડ્યુલ 2ના કોમન સેન્ડ બોઆ સાપને રાખવા બદલનો ગુનો નોંધી અટકાયત કરી હતી. જોકે મહંત જામીન મુક્ત થઈ ગયા હતા.
Blast in Pethapur village: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પેથાપુર ગામે મકાનમાં બ્લાસ્ટ થયો. પેથાપુરના પટેલ વાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ. આજે વહેલી સવારે બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા ગામ લોકોમાં ભયનો માહોલ. ગેસ લીકેજને લઈને ગળતર બાદ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન.
Delhi Blast Case: દિલ્હી કાર બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓ 4 શહેરોમાં સીરીયલ બ્લાસ્ટની તૈયારીઓ કરી રહ્યા હતા. તેના માટે એક પ્લાન બનાવ્યો હતો, જેમાં 2-2 ના ગ્રુપમાં 4 શહેરોમાં જવાનો હતો. દરેક ગ્રુપ પોતાની સાથે ઘણાં IED લઈ જવાના હતા.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી 30 ઓક્ટોબરે સાંજે 4 કલાકે વડોદરા પહોંચશે.
Important decision of Gujarat government: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રેશનકાર્ડના ઉપયોગની મર્યાદા નક્કી કરી છે. આ પરિપત્ર મુજબ, હવેથી રેશનકાર્ડને ઓળખ (ID) કે રહેઠાણના (Address) પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રેશનકાર્ડ હવે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા તરીકે 'અમાન્ય' ગણાશે.
Amreli Video Viral: અમરેલી સિંહબાળ સાથે બિલાડી ના બચ્ચા જેવા વ્યવહાર ના વિડિયો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ. અમિત નાડ નામની સોશ્યલ મિડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથે સેલ્ફી ફોટા વાયરલ થતા વનવિભાગમાં દોડધામ. ફોટા વીડિયોના આધારે વનવિભાગ આ તપાસ હાથ ધરી. સિંહબાળને વ્યક્તિ એ ખંભા ઉપર બેસાડ્યુ હોય તેવો ફોટો વાયરલ..
આણંદ અંધશ્રદ્ધા કિસ્સો: ઘટનાના 68 ક્લાક બાદ બાળકીનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી
VIDEO: તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરનાર આરોપીએ બદલ્યા 10 વખત નિવેદન, જુઓ હવે કેસમાં નવો શું વળાંક આવ્યો...
ગુજરાતના અમદાવાદમાં ઓલિમ્પિક્સ 2036નું આયોજન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પહેલાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે બિડ કરવામાં આવશે. આજે કેન્દ્રીય કેબિનેટે કોમનવેલ્થ ગેમ્સ 2030 બિડ રજૂ કરવા માટે મંજૂરી આપી છે.
25 દિવસ બાદ પણ જ્યારે ગંભીરા પુલ પર ટેન્કર એમનું એમ જ લટકેલ છે ત્યારે હવે તેને કાઢવા માટે ખાસ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે...જુઓ શું છે આ તકનીક અને ક્યાં દેશની સહાયતા મળવાની શક્યતા છે
અમદાવાદના ધોળકામાં બાળકીનું અપહરણ થયું તે ઘટનાના સીસીટીવી ફૂટેજને આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણાં ચોંકાવનારા ખુલાસાઓ થયાં છે. બાળકીને વેચવાના સોદાની રકમ પણ નક્કી કરી હતી.
સુરતમાં આપના કોર્પોરેટરે વિરોધ પ્રદર્શિત કરવા માટે અલગ રસ્તો અપનાવ્યો. તેઓ કીચડવાળા કપડા પહેરીને જોવા મળ્યાં હતા.
શુક્ર ગ્રહના ગોચરથી 3 રાજયોગ બની રહ્યા છે જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. સૂતેલું ભાગ્ય ઉછાળા સાથે ખુલશે અને લાભ કરાવે તેવા યોગ છે.