લુખ્ખાગીરી કરતા પહેલાં જોઈ લેજો આ વીડિયો, ગુજરાત પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ બનાવી રીલ

લુખ્ખા તત્ત્વો સામે ચાલ્યો ગુજરાત પોલીસનો દંડો! અસામાજિક તત્ત્વોની સરાજાહેર સરભરા કરીને પોલીસે બેસાડ્યો દાખલો. હુમલાખોરોનું સરઘસ કાઢીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન.

લુખ્ખાગીરી કરતા પહેલાં જોઈ લેજો આ વીડિયો, ગુજરાત પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ બનાવી રીલ
  • ગુજરાતમાં લુખ્ખા તત્ત્વોની હવે ખૈર નથી
  • અડાજણમાં અનીલ અને તેના સાગરીતોનું કાઢ્યું સરઘસ
  • બે દિવસ પહેલા એક યુવાન પર ચપ્પુથી કર્યો હતો  હુમલો
  • અડાજણમાં અનિલ અને તેના સાગરીતોનો હતો આતંક
  • પોલીસે લોકોની વચ્ચે જ કાઢ્યું ગુંડા તત્વોનું સરઘસ
  • પોલીસ કાર્યવાહીને લોકોએ વધાવી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં લુખ્ખા તત્ત્વોની હવે ખૈર નથી. હવે હાથમાં હથિયારો લઈને લુખ્ખાગીરી કરનારાઓ પર સતત રહેશે પોલીસની ચાંપતી નજર. કોઈપણ ચમરબંધીની નહીં ચલાવી લેવાય લુખ્ખાગીરી. હવે ગુજરાત પોલીસને ઉપરથી મળી ગઈ છે છૂટ. અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા સરકારે સામે થી પોલીસને આપ્યો છે પાવર...સુરતના અડાજણમાં પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન...લુખ્ખા તત્ત્વોનું સરાજાહેર સરઘસ કાઢીને ગુજરાત પોલીસે કરી સરભરા...

સુરત પોલીસે કાઢ્યું લુખ્ખા તત્ત્વોનું સરઘસ, Video Viral:

 

સુરત પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન... અડાજણમાં ચપ્પુથી હુમલો કરનાર શખ્સોનું કાઢ્યું સરઘસ.. તો લિંબાયતમાં પણ છરીના ઘા મારનાર યુવાનને ભણાવ્યો કાયદાનો પાઠ. ફરી કોઈ કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ ના કરે તે પ્રકારે પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી...

સુરત પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. લિંબાયત અને અડાજણ વિસ્તારમાં આતંક ફેલાવનારા અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું.લિંબાયત પોલીસે અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું. ચપ્પુ લઈ આરોપીએ યુવાન પર હુમલો કર્યો હતો, અને તે લોકોમાં ભય પેદા કરવા ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. જે બાદ પોલીસે ઘટના બની ત્યાં જ પોલીસે સરઘસ કાઢ્યું. તો અડાજણના અનિલ અને સાગરિતોનો આતંક હતો. જેમનો ભય દૂર કરવા માટે પોલીસે લોકોની વચ્ચે જ ગુંડા તત્વોનું સરઘસ કાઢ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news