પાટણનો આજે 1279 મો સ્થાપના દિવસ : અહીં ઈજિપ્તના રાજાનો ખજાનો હોવાનો ઈતિહાસમાં છે પુરાવો
Patan Foundation Day : અણહીલ ભરવાડના નામ પર સ્થાપેલી અણહીલપુર પાટણ નગરી જેનો આજે 1279 મો સ્થાપના દિવસ છે. ત્યારે પ્રાચીન પાટણની પ્રભુતા પર એક નજર કરવા જેવી છે
Trending Photos
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ શહેરનો આજે પોતાનો 1279 મો સ્થાપના દિન ઉજવશે. પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 મહાવદ સાતમના દિવસે થઈઈ હતી. વીર રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી. વીર વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડના નામ પર પરથી અણહિલપુર પાટણ પાડવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 802 થી 998 સુધી ચાવડા વંશજોએ પાટણ પર રાજ કર્યું હતું. તેના બાદ વિક્રમ સંવત 900 થી 1300 સુધી સોલંકી વંશે રાજ કર્યું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પાટણનો ઇતિહાસ...
ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડા એ વિક્રમ સંવત ૮૦૨ ના મહાવદ સાતમ ના રોજ તેઓના મિત્ર અહિલ ભરવાડના નામ પરથી અનાહીલપુર પાટણ નામ આપી નગરની રચના કરી હતી અને ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓના શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જોયા હતા. જેમાં વિક્રમ સંવત ૮૦૨ થી વિક્રમ સંવત ૯૯૮ એમ ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશજોએ રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશે થઇ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમને તેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા.
જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિસરાતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. જેમાં તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. જેમાં સાત માળની વાવ ૬૪ મીટર લંબાઈ, ૨૦ મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે વાવમાં રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી સજ્જ અકલ્પનીય વાવ બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. ત્યારે આવા પ્રાચીન ઇતિહાસ ધરાવતા પાટણનો આજે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે.
પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે