વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ, ડિબેટ માટે જતા ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા

Narmada Politics : ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે માનહાનીનો કેસ કરવાની આપી ચીમકી...તો મનસુખ વસાવાએ કહ્યું, માનહાની કેસ કરવો હોય તો કરે...મેં કોઈ ખોટા આક્ષેપ લગાવ્યા નથી...
 

વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ, ડિબેટ માટે જતા ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા

Mansukh Vasava Vs Chaitar Vasava : બે દિવસથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આજે ભાજપ અને આપના નેતા વચ્ચે ઓપન ડિબેટમાં એક મંચ પર સામ સામે આવવાના હતા. સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહ્વાન આપ્યું હતું. ત્યારે વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ પહોંચી છે. ડિબેટ માટે જઈ રહેલા પોલીસે ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મોવી ચોકડી પાસે ચૈતર વસાવાને રોક્યા હતા. આપ નેતા ચૈતર વસાવા ડિબેટ કરવા માટે તૈયાર થયા હતા. ત્યારે પોલીસ ચૈતર વસાવાને પાછા ડેડિયાપાડા લઈ ગઈ હતી. તો બીજી તરફ, મનસુખ વસાવા અને ચૈતર વસાવાની ડિબેટ મોકૂફ થઈ છે. કારણ કે, ખુલ્લી ડિબેટ કરવાથી મનસુખ વસાવાએ પીછેહટ કરી હતી. ડિબેટમાં હાજર રહેવા ચૈતર વસાવા તૈયાર હતા. બંનેની ઓપન ડિબેટને પગલે ગાંધી ચોક ખાતે મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.  

ચૈતર વસાવા માનહાનિનો કેસ કરશે
મહત્વનું છે કે નર્મદામાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ સાથે મનસુખ વસાવાએ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેથી ચૈતર વસાવાએ આ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. જે મનસુખ વસાવાએ સ્વીકાર્યો પણ હતો. અને ગાંધી ચોક ખાતે ડિબેટમાં આવવા ચૈતર વસાવાને કહ્યુ હતુ. પરંતુ અંતિમ ઘડીએ મનસુખ વસાવાએ ડિબેડ કરવાથી પીછેહટ કરી લીધી છે.  ત્યારે આ અંગે ચૈતર વસાવાએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે જો મનસુખ વસાવા ભ્રષ્ટાચાર મુદ્દે અમને જવાબ નહીં આપે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું અને માનહાનિનો કેસ કરીશું.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2023

મેં પત્ર લખ્યો નથી - મનસુખ વસાવા
મનસુખ વસાવા એ કહ્યું કે ચૈતર વસાવા 50 કાર્યકર્તાઓ આવે અને ડિબેટ કરે. હું કાર્યકર્તાઓ નિર્માણ કરવાવાળો માણસ છું, કારકિર્દી ખતમ કરવાવાળો નથી. ઈસુદાનના ઈશારે ચૈતર વસાવા ચાલી રહ્યાં છે. ઇસુદાન દારૂ પીને કમલમ ખાતે ગયા હતા તેવું નર્મદા જિલ્લામાં નથી કરવું મારે. જે પત્ર મેં નથી લખ્યો જેમાં મારી સહી પણ નથી. કોર્ટના દરવાજા ખુલ્લા છે તમે જાવ હું કોર્ટમાં પ્રુફ કરીશ કે પત્ર મેં નથી લખ્યો. ચૈતર વસાવા માટે કોર્ટના દરવાજા ખુલ્લા છે માનહાનિનો દાવો પણ કરી શકે છે. જિલ્લાના હિતના પ્રશ્નો સાથે મળીને નિરાકરણ લાવીશું. ચૈતર વસાવાના પડદા પાછળ ઇસુદાન ગઢવી છે, તેના ઈશારે ચાલી રહ્યો છે તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.

પહેલીવાર ધારાસભ્ય અને સાંસદ વચ્ચે થવાની હતી ડિબેટ
નેતાઓ દ્વારા આધિકારી અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા ઉઘરાવાતા હોવાનો એક નનામો પત્ર તાજેતરમાં વાયરલ થયો હતો. સાંસદ મનસુખ વસાવાએ આ પત્રમાં સાચી હકીકત વર્ણવી હોવાનું જણાવ્યું હતુ. નનામાં પત્રમાં ભાજપ અને આપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેઓ ભ્રષ્ટાચાર કરે છે. જેના બાદ નર્મદાના બે દિગ્ગજ નેતાઓએ ઓપ ડિબેટ માટે ચેલેન્જ ફેંકી હતી. મનસુખ વસાવાએ ખુલ્લો પડકાર આપ્યો, અને AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેને સ્વીકાર્યો હતો. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહવાન આપ્યું હતું. ચૈતર વસાવા અને મનસુખ વસાવા હાલ નર્મદા જિલ્લા ભ્રષ્ટાચાર મુદ્દે આમને સામને આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વાસવાને જાહેરમાં ડિબેટ કરવા માટે કહ્યું હતું. જે મુદ્દે આજે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી ચૈતર વસાવાને ડિબેટ માટે આવકાર્યા હતા. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ડિબેટમાં હાજર રહેવા આહ્લાન કર્યું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news