mansukh vasava

MP Mansukh Vasava એ જાહેર કાર્યક્રમમાં કહ્યું- 'ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે'

નર્મદા જિલ્લાના કથડતા શિક્ષણ પર પણ વાત કરતા કહ્યું હતું કે IPS અને GPS ની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્યા ગુજરાતના લોકો પાસ થયા છે, સેન્ટ્રલ લેવલ ની કોઈ પણ પરીક્ષા માં ટ્રાઇબલ પટ્ટી ના યુવાનો કોઈ પાસ થાય છે ખરા?

Oct 22, 2021, 07:05 PM IST

BJP સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના એક મંત્રીની જાતી પર જ ઉઠાવ્યો સવાલ, નકલી આદિવાસી ગણાવ્યા

ભાજપ માટે માથાનો દુખાવો બની રહેલા સાંસદ મનસુખ વસાવા નો વધુ એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. દશેરાના શુભ દિન 15/10/2021 ના રોજ ભાજપ સાંસદ મનસુખ વસાવા સાગબારાના દેવમોગરા માતાજીના મંદિરમાં પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એમની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આરતીના કાર્યક્રમ બાદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધ્યા હતા. આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદીવાસીના પ્રમાણપત્રો લેનારાની ઝાટકણી કાઢી હતી. 

Oct 16, 2021, 11:50 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિકારીઓની દાદાગીરીના કારણે નુકસાન કરતું થઇ ગયું, સાંસદનો ચોંકાવનારો આરોપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ખોટ કરતી થઇ ગઈ છે. જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓ છે. આ અધિકારીઓએ નિયમોના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓને કનડવાનું ચાલુ કર્યું હતું. તેમણે કડક નિયમોના નામે એવું ત્રાસદાયક માળખું બનાવ્યું કે જેના કારણે ફરવા આવેલો વ્યક્તિ પરેશાન થઇ જાય. આ રીતે અધિકારીઓએ યેન કેન પ્રકારે પ્રવાસીઓને હેરાન કરવાનો તખ્તો સ્થાનિક અધિકીકારીઓએ નક્કી કર્યો હતો. 

Oct 15, 2021, 05:57 PM IST

ગુજરાતના આ સાંસદે કહ્યું, હું તો માથે કફન બાંધીને ફરૂ છું, મને પદની નહી સમાજની ચિંતા

આદિવાસી એકતા સંમેલન રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયું. જેમાં મનસુખ વસાવાએ પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષાપક્ષીથી દૂર રહી કોઇના પણ દબાણ નીચે ન આવી માત્ર સમાજના લોકોનું ઉથ્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવી હાકલ કરી હતી. પોતાના સમાજથી ચૂંટાયેલા પ્રિતિનિધિઓને મીઠી ટકોર પણ કરી કે, તમારી પાર્ટી ફરી ટિકિટ આપે કે ન આપે તમે સમાજ માટે બોલો. આજના આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદ માત્ર ખાલી લેબેલ લગાડવા માટે લોકસભામાં જાય છે. 

Sep 5, 2021, 10:40 PM IST

પેટ્રોલ પંપ મુદ્દે વન અધિકારી અને સાંસદ સામસામે, મુદ્દો છેક PM અને પેટ્રોલિયમ મંત્રાલય સુધી પહોંચ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પેટ્રોલ પંપ સંચાલન માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાએ નારાજગી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીએ દાદાગીરી કરી ધાક ધમકી આપવાના પ્રકરણ સાંસદ મનસુખ વસાવાના ધ્યાને આવ્યું છે. જેના કારણે તેમણે ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.

Aug 22, 2021, 11:43 PM IST

GUJARAT ના સાંસદે અધિકારીઓને ખખડાવ્યા, કહ્યું કામ કરો કોરોનાને નામે લાલીયાવાડી નહી ચાલે

જિલ્લા દિશા સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ વાસ્મોના અધિકારીને કહ્યું કે, કોરોનાના બહાના રહેવા દો કામ કરો અને લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરો.  જયારે બીટીપીના મહેશ વસાવા ને કહ્યું કે તમે રાજ્યસભા વખતે તમે મળો છો  તો અમે કશું કેહતા નથી. નર્મદા જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં મનસુખ વસાવાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને કહ્યું કે, કોરોનાનું બહાનું નહીં ચાલે લોકોના ઘર સુધી પીવાનું પાણી વહેલી તકે મળવું જોઈએ. 

Jul 31, 2021, 08:57 PM IST

વસાવા V/s વસાવા : મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો

  • નર્મદા જિલ્લામાં ચૂંટણીજંગ જામ્યો છે. ત્યારે વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ શરૂ થઈ ગયો
  • મનસુખ વસાવાએ કહ્યું કે, BTP  કાંચિડાની જેમ રંગ બદલે છે

Feb 25, 2021, 12:05 PM IST

રાજીનામું આપનાર BJP સાંસદનો યૂટર્ન, કહ્યું- જો Resign આપી દેત તો 'મફત' સારવાર ન મળતી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત બાદ વસાવાએ બુધવારે ગાંધીનગરમાં પત્રકારોને કહ્યું કે 'પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મને જણાવ્યું કે સાંસદ પદ પર રહીશ તો મને કમર અને ગળાની મફત સારવારનો લાભ મળી શકશે.

Dec 31, 2020, 03:01 PM IST

બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું

  • મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી
  • ગાંધીનગરમાં લાંબી બેઠક બાદ આખરે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું 

Dec 30, 2020, 11:26 AM IST

મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ, ઘીના ઠામમાં ઘી પડે તેવુ દેખાઈ રહ્યું છે

ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે. તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જોયા છે? મિશન 26નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 

Dec 30, 2020, 08:51 AM IST

મનસુખ વસાવાના રાજીનામા વિશે સીઆર પાટીલનું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ પક્ષને રાજીનામુ સોંપ્યુ છે. ત્યારે વાયુવેગે ફેલાયેલા આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો પત્ર ફરતો થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે કે, ઈકો સેન્સિટિવ ઝોનને લઈને મનસુખ વસાવાની નારાજગી હતી. તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરીશું. 

Dec 29, 2020, 01:39 PM IST

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ રાજીનામું આપ્યું છે. મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે. તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. 

Dec 29, 2020, 12:46 PM IST

લવ જેહાદનો કાયદો તો લાવો જ પરંતુ સાથે આદિવાસી દીકરીઓનાં વેચાણને પણ અટકાવો: વસાવા

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ લેવજેહાદ અંગે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓનાં વેચાણને અટકાવવા માટે પણ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ સ્ફોટક રજુઆતને પગલે ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત વસાવાએ લવ જેહાદ મુદ્દે પણ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ કાયદો આવ્યા બાદ ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવે તેવી માંગ ઉઠવા લાગી છે.

Dec 15, 2020, 08:27 PM IST
Mansukh vasava letter vadodara collector PT3M

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડોદરા કલેક્ટરને લખ્યો પત્ર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડોદરા કલેક્ટરને પત્ર લખ્યો છે. તેમણે કરજણના અણસ્તુ ખાતે અરીના રેસીડેન્સીની NA પરવાનગી રદ કરવા રજૂઆત કરી છે.

Mar 14, 2020, 10:25 AM IST

સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચઢાવી, ચોખ્ખા શબ્દોમાં કહ્યું-અમે સરકારને ખુલ્લા પાડીશું....

કેતન ઈનામદાર (Ketan Inamdar), મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) બાદ હવે ભાજપના વધુ એક નારાજ નેતાની નારાજગી સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) હવે ભાજપ સરકારથી નારાજ છે. મનસુખ વસાવાએ ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર જેની પણ હોય આદિવાસીઓ માટે અમે લડી લઈશું. આ માટે રાજ્યના તમામ આદિવાસીઓએ ભેગા થવુ પડશે. સરકારને અમે ખુલ્લા પાડીશું. 

Jan 28, 2020, 05:00 PM IST
BJP MLA Mansukh vasava is upset PT7M38S

ગુજરાતમાં ભાજપનાં નેતાઓનો નારાજગીનો દૌર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપનાં નેતાઓનો નારાજગીનો દૌર ચાલી રહ્યો છે. પહેલા કેતન ઈનામદાર પછી મધુ શ્રીવાસ્તવ અને હવે ભાજપનાં એક દિગ્ગજ નેતા મનસુખ વસાવા પણ નારાજ હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે આ નારાજગી રાજ્યનાં અધિકારી સામે વ્યક્ત કરવામાં આવી છે.

Jan 28, 2020, 04:05 PM IST

ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકારની પોલ ખોલી

ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાંખી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી (Liquor ban) બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય, પણ ગુજરાતનાં સૌથી સિનીયર ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાની વાત કાંઈક અલગ રીતે કરી છે. 

Dec 23, 2019, 04:38 PM IST
Why Bharuch MP threw this challenge to the MP PT3M41S

ભરૂચના સાંસદે કેમ ફેક્યો આ ધરાસભ્યને પડકાર, જુઓ વીડિયો

સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસી મસીહા અને ઝઘડિયા ધારાસભ્ય છોટુભાઈ વસાવા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને જાહેર લોકદરબારમાં સામસામે આવવા ચેલેન્જ કરી છે.

Dec 16, 2019, 07:15 PM IST
Chotu Vasava Supports Mansukh Vasava's Statements Against IAS Rajiv Gupta PT1M48S

કેવડીયામાં લારીઓ હટાવવાના મુદ્દે છોટુ વસાવાએ આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું

કેવડીયામાં લારીઓ હટાવવાના મુદ્દે સાંસદ મનસુખભાઇ વસાવા અચાનક કેવડિયાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સામે નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મનસુખ વસાવાએ નિગમના એમ.ડી. અને રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા.

Sep 4, 2019, 02:00 PM IST