ગુજરાત સરકારના મંત્રીઓ પણ કેન્દ્ર સરકારના ભરોસે, ભરોસાની સરકારને પોતાના પર નથી "ભરોસો"
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તા.૩ જાન્યુઆરીના રોજ કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે, ૨૬-૧૨-૨૦૨૨ના દિવસે ધો.૧માં પ્રવેશની વય મર્યાદા હળવી બનાવવા વડોદરાના વાલીઓની રજૂઆત મળી હતી. જે અન્વયે ધો.૧માં પ્રવેશની વય મર્યાદા આરટીઈ એક્ટ મુજબ હોવાથી વાલીઓની આ રજૂઆત મુદ્દે ઉકેલ માગ્યો છે. વાલીઓ અને સંચાલકો પણ આ મામલે સરકારના જવાબની રાહ જોઈ રહ્યાં છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં બહુમતિ સાથે સરકાર બનાવવા છતાં પણ સરકાર નિર્ણયો મોટે મોદી સરકાર પર આધાર રાખવા લાગી છે. રાજકીય તો બરોબર છે પણ વહીવટી પ્રક્રિયામાં પણ હવે ખો આપી રહી છે. ગુજરાતમાં ધોરણ 1માં પ્રવેશ મામલે કોઈ ઉકેલ ના મળતાં હવે ગુજરાત સરકારના મંત્રીએ કેન્દ્રને પત્ર લખી આમાં ઉકેલ માગ્યો છે. સ્થાનિક સરકારનું નોટિફિકેશન છે પણ આ મામલે મદદ કરવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩- ૨૪માં ધોરણ.૧માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટેની વય મર્યાદા પના બદલે ૬ વર્ષની કરી છે. આ વર્ષથી નિયમોની અમલવારી કરવાની છે. ૬ વર્ષની વયમર્યાદાના નિયમથી સરકારી સ્કૂલોમાં સંખ્યા નહી મળવાની ચિંતા તો શિક્ષકો કરી જ રહ્યાં છે અને મૂશ્કેલી સર્જાશે તે પણ હકિકત છે.
આ મામલે રાજ્ય સરકારમાં લેખીત રજૂઆતો પણ થઈ છે. વાલી મંડળો અને સંચાલકોએ આમાં છૂટછાટ આપવા માટે સરકારને જણાવ્યું છે કારણ કે આ નિયમને કારણે ઘણા છાત્રોએ એક વર્ષ બેસી રહેવું પડશે. વય મર્યાદાનો અમલ કરાતાં ભરાયેલી રાજ્ય સરકાર કેન્દ્રમાં ખો આપી રહી હોવાની વિગતો સામે આવી છે. કારણ કે. ધોરણ.૧માં પ્રવેશની વયમર્યાદાનો અમલ કરતું નોટિફિકેશન ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. પરંતુ પ્રવેશમાં થનાર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારના મંત્રી કેન્દ્ર પાસે મદદ માગી રહ્યાં છે. રાજ્ય પાસે નિશ્ણાતો હોવા છતાં સ્થાનિક સરકાર કેન્દ્ર સરકાર પાસે મદદ માગી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તા.૩ જાન્યુઆરીના રોજ કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે, ૨૬-૧૨-૨૦૨૨ના દિવસે ધો.૧માં પ્રવેશની વય મર્યાદા હળવી બનાવવા વડોદરાના વાલીઓની રજૂઆત મળી હતી. જે અન્વયે ધો.૧માં પ્રવેશની વય મર્યાદા આરટીઈ એક્ટ મુજબ હોવાથી વાલીઓની આ રજૂઆત મુદ્દે ઉકેલ માગ્યો છે. વાલીઓ અને સંચાલકો પણ આ મામલે સરકારના જવાબની રાહ જોઈ રહ્યાં છે.
એ પણ અહીં નોંધનીય છે કે. ૬ વર્ષની વયમર્યાદાનો ઉકેલ કેન્દ્રએ નહી પણ ગુજરાત સરકારે લાવવાનો છે. કારણ કે, કેન્દ્રએ RTE કાયદો વર્ષ-૨૦૦૯મા લાગુ થયો જેનો ગુજરાત સરકારે અમલ ૨૦૧૩માં કર્યો અને CBSEમાં એ મુજબ જ પ્રવેશ અપાય છે. હવે આ નિયમનો ગુજરાત સરકાર સ્થાનિકમાં અમલ કરાવવા માગે છે. જે મામલે વિરોધ થઈ રહ્યો છે. આ મામલે વધુ વિવાદ થાય એ પહેલાં સરકાર તોડ લાવવા માગે છે પણ ઉકેલ નથી. જોકે ગુજરાત સરકાર દ્વારા આ નોટિફિકેશન વર્ષ-૨૦૨૦માં જાહેર કરાયુ હતુ. હવે સંચાલકો દ્વારા વય મર્યાદામાં છુટછાટ આપવાની માગ કરી રહ્યાં છે. ત્યારે તેનો ઉકેલ ગુજરાત સરકારે જ લાવવાનો થાય છે. આ અંગે મંત્રી પ્રફુલ પાનશેરીયા બચાવ કરતાં કહે છે કે કાયદો કેન્દ્ર સરકારનો હોવાથી પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ગુજરાતમાં અમલવારી અને સરકારનું નોટિફેક્શન અને હવે ઉકેલ માટે શું કરવું એ કેન્દ્ર પાસે પત્ર લખી જાણ કરાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે