મધ્ય પ્રદેશની લેડી ડોક્ટર પર ફિદા થયું ગુજરાતી શિક્ષકનું દિલ, પછી એવું થયું કે વાત પહોંચી પોલીસ સ્ટેશન

Love or Revenge : મેટ્રિમોનિયલ સાઈટ પર મધ્ય પ્રદેશની યુવતી અને ગુજરાતના શિક્ષકને ભેટો થયો, બાદમાં જે થયું તે સાંભળીને તમે પણ હચમચી જશો   

મધ્ય પ્રદેશની લેડી ડોક્ટર પર ફિદા થયું ગુજરાતી શિક્ષકનું દિલ, પછી એવું થયું કે વાત પહોંચી પોલીસ સ્ટેશન

Relationship News : મધ્ય પ્રદેશના રીવાના એક મહિલા તબીબને ગુજરાતના એક શિક્ષક પર સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે. મહિલા તબીબે કચ્છના શિક્ષક પર અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

રીવાની એક મહિલા ડોક્ટરે ગુજરાતના એક શિક્ષક સામે આક્ષેપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલા તબીબ ડિવોર્સી છે, અને તેનુ કહેવું છે કે, મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી તેની ઓળખ ગુજરાતના એક શિક્ષક સાથે થઈ હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી અને એ શિક્ષક તેને મળવા રીવા આવ્યો હતો. આ દરમિયાન તેણે શિક્ષિકાને બેહોશ કરીને તેના અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. આ વીડિયો હવે મહિલાના સંબંધીઓને મોકલી રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. 

લેડી ડોક્ટર પર ફિદા થયો ગુજરાતનો શિક્ષક
સમાન પોલીસ સ્ટેશન હદમાં રહેતી ડિવોર્સી મહિલા તબીબે પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2013 માં થયા હતા, પરંતું પતિ સાથે તેનો સંબંધ લાંબો ચાલ્યો ન હતો. તેણે તલાક લઈ લીધા હતા. તેમની એક 7 વર્ષની દીકરી છે, જે તેના માતાપિતાના ઘરે રહે છે. તલાક બાદ તેણે મેટ્રિમોનિયલ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેના દ્વારા તે ગુજરાતના કચ્છના રહેવાસી દેવાસી રાજા ભાઈ સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત થયા બાદ, બંનેનો સંબંધ આગળ વધ્યો હતો. તેણે શિક્ષિકાને ગુજરાત મળવા બોલાવી હતી. તે ગુજરાત જવાની હતી, પરંતુ આ વચ્ચે તેના પિતાની તબિયત લથડી હતી. જેથી શિક્ષક તેને મળવા માટે રીવા આવ્યો હતો. માતાપિતા તેમની સારવાર માટે બહાર ગયા, તો તે શિક્ષક 25 દિવસો સુધી ત્યા રહ્યો હતો. 

બેહોશ કરીને બનાવ્યા અશ્લીલ વીડિયો
લેડી ડોક્ટરે જણાવ્યું કે, આ દરમિયાન શિક્ષક દેવાસી રાજાભાઈએ બેહોશ કરીને તેના અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. બાદમાં તે લગ્નનો વાયદો કરીને ગુજરાત પરત ગયો હતો. થોડા દિવસો પહેલા તેણે ફોન કરીને ગુજરાત મળવા બોલાવી હતી, જ્યારે તેણે જવાની ના પાડી તો તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો. હવે તેણે આ અશ્લીલ વીડિયો મારા પરીચિતોને મોકલી દીધા છે અને કેટલાક લોકોએ મારી સ્કૂટી તેમજ કારમાં આગ લગાવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news