શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો; ઓનલાઈન શિક્ષણમાં ટીચરે ટીચરે શિક્ષણના નહીં પરંતુ પ્રેમના પાઠ ભણાવ્યા, પંપાળી પંપાળીને કર્યું ગંદું કામ

teacher Love lesson: ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે છઠ્ઠા ધોરાણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ઓનલાઈન 'પ્રેમના પાઠ' ભણાવી પ્રેમજાળમાં ફસાવી.

શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો; ઓનલાઈન શિક્ષણમાં ટીચરે ટીચરે શિક્ષણના નહીં પરંતુ પ્રેમના પાઠ ભણાવ્યા, પંપાળી પંપાળીને કર્યું ગંદું કામ

રઘુવીર મકવાણા/બોટાદ: શિક્ષણને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. ગઢડાના પ્રાથમિક શાળાના શિક્ષકે ઓનલાઈન શિક્ષણનો ગેર ઉપયોગ કરીને એક કુમળી વયની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. પોલીસે આ નરાધમ શિક્ષકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને શિક્ષણના નહીં પરંતુ પ્રેમના પાઠ ભણાવ્યા હતા. 

પ્રાથમિક શાળાના શિક્ષકનું નામ શબીરભાઈ અહેમદભાઈ બોળાતર (ઉ. 35) છે. શિક્ષકે વિદ્યાર્થીનીને ઓનલાઈન શિક્ષણની આડમાં મેસેજ કરતો હતો. શિક્ષક ઓનલાઈન શિક્ષણની આડમા વિદ્યાર્થીની સાથે વિડીયો કોલ પણ કરતો હતો. પરંતુ વિદ્યાર્થીનીને ઓનલાઈન મેસેજ અને ગીફ્ટ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારને જાણ થતા પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ગઢડા પોલીસે શિક્ષક શબીર બોળાતર વિરુદ્ધ કલમ પોસકો હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.

સમગ્ર પ્રકરણે પી.એસ.આઈ. આર.બી. કરમટીયા તથા  પોલીસ સ્ટાફે વધારે તપાસ હાથ ધરી ગઢડા શહેરમાં રહેતા શિક્ષક શબ્બીર અહેમદભાઈ બોળાતર (ઉં.વ. 35)ની પોલીસે ધરપકડ કરી પોસ્કો એકટ સહિતની કલમ મુજબ ફરીયાદ દાખલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે વાલીઓની આંખ ખોલતા આ ચોંકવનારા કિસ્સાના ઘેરે પ્રત્યાઘાત પડ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news