કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... સરકાર કહી કહીને થાકી, છતાં ન આવ્યા વિદેશી પ્રવાસીઓ

Gujarat Tourism : ગુજરાત સરકારે ટુરિઝમમાં અનેક ધમપછાડા કર્યા, છતાં ગુજરાતમાં કોરોના બાદથી પ્રવાસીઓની સંખ્યામા મોટો ઘટાડો નોંધાયો છે 

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... સરકાર કહી કહીને થાકી, છતાં ન આવ્યા વિદેશી પ્રવાસીઓ

Gujarat Tourism : ગુજરાત ટુરિઝમના સરકાર ગુણગાન કરતા થાકતી નથી. ગુજરાતમાં પ્રવાસીઓની ભીડના બણગા ફૂંકાય છે. પરંતુ હકીકત એ છે કે, ગુજરાતના પર્યટક સ્થળો પર જે ભીડ દેખાય છે તેમાં વિદેશીઓની કરતા ભારતીયોની સંખ્યા વધુ છે. ગુજરાતમાં કોરોના કાળ બાદ વિદેશી પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોનાના કારણે ગુજરાતમાં વર્ષ 2021માં વિદેશી પર્યટકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે એવું આંકડા જણાવે છે.

2021માં માંડ 11 હજાર વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા. ગુજરાતમાં રણોત્સવ, દરિયાકાંઠો તેમજ વિવિધ ઐતિહાસિક સ્મારકો સહિતના પર્યટન સ્થળો પર દેશ વિદેશના પ્રવાસીઓ વધે તેમાટે કેમ્પેઈન પણ ચલાવાયું હતું. અગાઉ વર્ષ 2020માં 2.10 લાખ વિદેશી પ્રવાસી નોંધાયા હતા. જ્યારે વર્ષ 2019માં 5.75 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. જોકે કોરોના કાળ પછી વિદેશી પર્યટકોની સંખ્યામાં ગુજરાત 14મા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાત કરતાં તામિલનાડુ, દિલ્લી, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિદેશી મુસાફરો વધુ નોંધાયા છે. 

ગુજરાતને કોરોના નડી ગયો
ગુજરાતમાં એક સમયે ભરી ભરીને વિદેશી પ્રવાસીઓ આવતા હતા. પરંતું તેને કોરોનાનું ગ્રહણ નડ્યું. કોરોના બાદ ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓના આગમન પર બ્રેક લાગી છે. જોકે, આંકડો કહે છે કે, ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં વિદેશી પ્રવાસીઓના ફરવા જવાનું ચલણ વધુ છે. દેશમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ પંજાબમાં 3.08 લાખ નોંધાયા છે. જે સૌથી મોટો આંકડો છે.

સરવે કહે છે કે, ગુજરાતમા 2021 માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા સાવ ઘટી ગઈ હતી. પરંતુ તેની સામે 2020 માં 1.94 કરોડ ઘરેલુ પ્રવાસીઓ ગુજરાતમા નોંધાયા છે. આ ઘરેલુ પ્રવાસીઓ અન્ય રાજ્યોથી આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news