રજા પડતા જ તિથલ બીચ પર સહેલાણીઓ ઉમટી પડ્યા, આરોગ્ય તંત્ર થયુ એક્ટિવ
Trending Photos
- વલસાડના તિથલ બીચ ઉપર ભાઈબીજના દિવસે વહેલી સવારથી સહેલાણીઓ ઉમટી પડ્યા
- આરોગ્ય વિભાગની ટીમે તિથલ બીચ ખાતે સ્ક્રીનિંગ હાથ ધર્યું
ઊમેશ પટેલ/વલસાડ :ભાઈબીજ નિમિત્તે વલસાડના તિથલ બીચ (tithal beach) ઉપર સહેલાણીઓ ભીડ ઉમટી પડી છે. કોરોના મહામારી (corona update) ના 2 વર્ષ દરમ્યાન જિલ્લાનુ ફેમસ હોટસ્પોટ તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે કોવિડ ગાઈડલાઈન હળવી કરતા સહેલાણીઓ તિથલ બીચની મજા માણવા દૂરદૂરથી આવી પહોંચ્યા છે. નવા વર્ષના દિવસથી સહેલાણીઓની ભીડ તિથલ બીચ ઉપર તથા તિથલ બીચ પર આવેલા મંદિરોમાં જોવા મળી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતનો સુપ્રસિધ્ધ તિથલ બીચ ખાતે દિવાળીની રજા માણવા માટે વહેલી સવારથી જ સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે. તો તિથલ દરિયાના કિનારે આવેલ સુપ્રસિધ્ધ સાંઈબાબા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં પણ સહેલાણીઓની ભીડ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વલસાડનો તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે નિયમોના આધિન બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે વલસાડ બીચ અને બંને મંદિરો ખાતે આરોગ્ય વિભાગની ટીમ મૂકી તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દિવાળીની રજા માણવા વહેલી સવારથી જ બીચ અને મંદિર ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં નજરે પડ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે