Gujarat Assembly : આજે ચૂંટાયેલા તમામ 182 ધારાસભ્યોની શપથવિધિ, ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા
આજે પ્રોટેમ સ્પીકર અને ચૂંટાયેલા તમામ 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ... રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા...
Trending Photos
Gujarat Vidhansabha 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતs નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી. જેના બાદ એક પછી એક ધારાસભ્યોએ શપથ લીધા.
વિધાનસભા ગૃહમાં સોમવારે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યોની શપથવિધિ શરૂ થઈ હતી. વિધાનસભાગૃહમાં પ્રોટેમ સ્પીકર અન્ય ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા હતા.. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. પ્રોટેમ સ્પીકરની શપથવિધિમાં મુખ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રી હાજર રહ્યાં હતા. જેના બાદ 15 મી વિધાનસભા ગૃહના તમામ નવા સભ્યો ધારાસભ્ય તરીકે શપથ લીધા. પ્રોટેમ સ્પીકર ચૂંટાયેલા યોગેશ પટેલ ભાજપના ધારાસભ્યોને શપથ લેવડાવ્યા. જેમાં સૌથી પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા હતા. જેમાં અનેક ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા. તો પ્રધ્યુમનસિંહ જાડેજાને વિધાનસભાના કર્મચારીએ શપથ વાંચી લેવડાવ્યા હતા. પ્રદ્યમનસિંહ જાડેજા અશિક્ષિત હોવાથી તેઓને આ રીતે શપથ લેવડાવાયા હતા.
જેના બાદ આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂંક કરાશે. મહત્વનું છે કે, ભાજપ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરી દીધા છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરી લેવામાં આવ્યું છે.
વિધાનસભા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનબેન ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય એક થઇ વિપક્ષ મેન્ડેટ સાથે કામ કરીશું. લોકોના પ્રશ્નોને વિપક્ષ તરીકે વિધાનસભામાં વાચા આપીશું. જનતાનો જનાદેશ માથે ચઢાવીશું. તો બીજી તરફ ગેનીબેન શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવવા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશના ગૃહ મંત્રી આવી કહ્યું હતું કે શંકર ચૌધરીને મોટા માણસ બનાવીશું. થરાદની જનતાને આપેલું વચન પાળ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે