આ તારીખે ગુજરાતમાં ફરી વળશે ઠંડીનું કાતિલ મોજું, શિયાળાને લઇ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gujarat weather: આગામી શિયાળાને લઇ અંબાલાલ લાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આ વખતે ઠંડી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગયા વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે

આ તારીખે ગુજરાતમાં ફરી વળશે ઠંડીનું કાતિલ મોજું, શિયાળાને લઇ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

સપના શર્મા/અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. પરંતુ હજુ પણ રાજ્યના અમુક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શિયાળાને લઇને કરી મોટી ભવિષ્યવાણી કરી નાંખી છે. 

આગામી શિયાળાને લઇ અંબાલાલ લાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આ વખતે ઠંડી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગયા વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે હવે શિયાળાનો પડઘમ પણ વાગશે. દિવાળીના દિવસથી સવારે ઠંડીની શરૂઆત થશે. 22 ડિસેમ્બર બાદ શિયાળો જામશે. 28 જાન્યુઆરીથી ન્યુનતમ તાપમાન નીચું જશે. રાજ્યના કોઈ પણ ભાગો જેમાં આબુ, દાંતીવાડા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યુનતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે ઠંડીનો દોર લાંબો ચાલે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી સુધી શિયાળો લંબાઈ શકે છે. ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વહેલી સવારે કઈક અંશે ઠંડી રહી શકે છે. પરંતુ આ વર્ષે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે અને તેથી જ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોર પછી બફારાના પ્રમાણમાં થોડા અંશે વધારો થતો જોવા મળે છે. 

નોંધનીય છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જો કે છેલ્લા 12 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. 

અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભુજનું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું. તો લઘુત્તમ તાપમાન 23.1 ડિગ્રી, નલિયાનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી છે.જો કે રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વચ્ચે 14થી 16 ડિગ્રીનો તફાવત છે. જેના કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હજુ પણ ઠંડીની રાહ જુએ છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news