Mallikarjun Kharge: કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જૂન ખડગે ચૂંટાઈ આવ્યા, શશિ થરૂરે હાર સ્વીકારી
કોંગ્રેસની કમાન હવે મલ્લિકાર્જૂન ખડગે સંભાળશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તાજેતરમાં થયેલી ચૂંટણીની આજે મતગણતરી હતી અને પરિણામ આવી ગયા છે. મલ્લિકાર્જૂન ખડગેને 7897 મત મળ્યા જ્યારે શશિ થરૂરને 1060 થી વધુ મત મળ્યા.
Trending Photos
Congress President Election 2022: કોંગ્રેસની કમાન હવે મલ્લિકાર્જૂન ખડગે સંભાળશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તાજેતરમાં થયેલી ચૂંટણીની આજે મતગણતરી હતી અને પરિણામ આવી ગયા છે. મલ્લિકાર્જૂન ખડગેને 7897 મત મળ્યા જ્યારે શશિ થરૂરને 1060 થી વધુ મત મળ્યા. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી 17 ઓક્ટોબરના રોજ થઈ હતી. આ ચૂંટણીમાં કુલ 9385 ડેલિગેટ્સે મતદાન કર્યું હતું. જેમાંથી 416 મત અમાન્ય ગણાયા. કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવારથી બહાર કોઈ અધ્યક્ષ મળ્યા છે. આ અગાઉ સીતારામ કેસરી અધ્યક્ષ હતા.
#WATCH | Mallikarjun Kharge wins the Congress presidential elections; celebration visuals from outside the AICC office in Delhi pic.twitter.com/DiIpt5aLpJ
— ANI (@ANI) October 19, 2022
શશિ થરૂરે પાઠવી શુભેચ્છા
શશિ થરૂરે મલ્લિકાર્જૂન ખડગેને ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે કોંગ્રેસનું અધ્યક્ષ બનવું મોટા સન્માન, મોટી જવાબદારીની વાત છે. હું મલ્લિકાર્જૂન ખડગેને તેમની ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસ અધ્યક્ષ પદની સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં યોગદાન આપવા બદલ હું રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનો આભાર માનું છું.
અત્રે જણાવવાનું કે 24 વર્ષ બાદ ગાંધી પરિવારના બહારના કોઈ નેતા દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સોમવારે મતદાન થયું હતું. આજ સવારથી જ મલ્લિકાર્જૂન ખડગેના સમર્થકો મુખ્યાલયની બહાર ભેગા થવા લાગ્યા હતા. 1998થી સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે. રાહુલ ગાંધી થોડા સમય માટે બન્યા હતા પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તેમણે પદેથી રાજીનામું આપી દીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે