ગુજરાત ભાજપનો ગઢ છે હશે અને રહેવાનો, સપના જોનારાઓને ગૃહમંત્રીએ સાનમાં સમજાવ્યા
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં આજે ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા. જ્યાં તેઓએ ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. તેમણે બોપલ ઘુમા ખાતે બનેલા ઇકોલોજી પાર્કનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંદ બોપલ ધુમા ડમ્પસાઇટનું જે પ્રકારે સૌદર્યીકરણ કરવામાં આવ્યું તેના વખાણ પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કચરો ફેંકવા માટેની ડમ્પિંગ સાઇટ હતી. પરંતુ ત્યાં વસ્તી વધ્યા બાદ આ ડમ્પિંગ સાઇટ ને ખાલી કરીને ત્યાં 3.80 કરોડના ખર્ચે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોપલ - ઘુમાનો સમાવેશ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા આ ડમ્પ સાઇટને પાર્ક બદલવા માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. કચરાનો નિકાલ કરવા માટે કચરો બાયોમાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૃત્રિમ તળાવ સહિત અનેક સુંદર ફૂલ છોડ રોપવામાં આવ્યા હતા. ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત બને તે માટે વિવિધ પ્રકારની વનસ્પતીઓનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટની સંયુક્ત કામગીરીને પગલે આ ઉદાહરણીય સુંદર પાર્ક બનીને તૈયાર છે.
બોપલ વિસ્તારના 3 લાખ થી વધુ લોકોને મળશે ઇકોલોજી પાર્કનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે કલોલ ખઆતે સભાને પણ સંબોધિત કરી હતી. સંબોધનમાં કહ્યુ હતુ કે, આયુષ્યમાન યોજના અંતર્ગત કોઈ પણ બીમારી આવે તેને ચાર આના પણ ખર્ચવા પડતા નથી. ગાંધીનગર જિલ્લામાં 11 હજાર લોકોએ નાનુમોટુ ઓપરેશન કરી 34 કરોડ સરકારે તેમના ઈલાજ માટે ખર્ચ્યા છે. એકલા ગાંધીનગર જિલ્લામાં 3.44 લાખ લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે. જેઓને કોઈપણ તબીબી મુશ્કેલી માં એકપણ રૂપિયા નો ખર્ચ નથી કરવો પડતો. મોદીજીના રાજમાં આરોગ્ય સેવાને સતત વધારવામાં આવી રહી છે.
દરેક ગરીબને આવાસ, પીવાનું પાણી, સ્વાસ્થ, ગેસ સિલિન્ડર અને કોરોના રસી આપવાનું કામ મોદીજીની સરકારે કર્યું છે. કેન્સરના નિદાન માટેની આજની યોજના માટે હું અંતઃકરણથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન અને શુભેચ્છા આપું છું. સારવાર માટે ખર્ચની ચિંતા ન કરતા, મોદી સરકાર માટે તમારો જીવ બચે એજ પ્રાથમિકતા છે. માટે તમામ જવાબદારી સરકારની છે. અમિત શાહે કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે ભાજપ જાય છે તેમને જણાવવાનું કે, માત્ર કલોલ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત ભાજપનો ગઢ હતો છે અને રહેશે. કોઇની હિમ્મત નથી કે, ગુજરાતમાંથી ભાજપની એક પણ સીટ ઓછી કરી શકે. ભાજપની પહેલી સીટથી માંડીને અત્યાર સુધી ભાજપ એક વટવૃક્ષ બન્યું ત્યાં સુધી ગુજરાત અને ગુજરાતીઓ સતત ભાજપના પડખે ઉભા રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે