ચોંકાવનારો કિસ્સો: સોશિયલ મીડિયા પર વિધર્મીએ સગીરાને ફસાવી, ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું!

નડિયાદ શહેરમાં પોતાના મામાના ઘરે રહી અભ્યાસ કરતી એક સગીર વયની દીકરીને પીપલગ ગામના વિધર્મી યુવાન આમિર વ્હોરા દ્વારા સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. 

 ચોંકાવનારો કિસ્સો: સોશિયલ મીડિયા પર વિધર્મીએ સગીરાને ફસાવી, ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું!

નચિકેત મહેતા/નડિયાદ: આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુના બની રહ્યા છે, ત્યારે નડિયાદની એક સગીરા સાથે પીપલગ ગામના વિધર્મી યુવાન દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના બહાર આવી છે. 

15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી તેને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક આમિર વ્હોરા દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે મામલે આરોપી આમિર વ્હોરા વિરુદ્ધ નડીયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિધર્મી યુવાનો દ્વારા અવારનવાર સગીર વયની યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાયો છે. નડિયાદ શહેરમાં પોતાના મામાના ઘરે રહી અભ્યાસ કરતી એક સગીર વયની દીકરીને પીપલગ ગામના વિધર્મી યુવાન આમિર વ્હોરા દ્વારા સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. 

જે બાદ તેણીને લગ્નની લાલચ આપી અવારનવાર તેણી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે મામલે સગીરાના મામા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદને પગલે પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી આમિર વ્હોરાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news