ગુજરાતના સૌથી મોટા દાનવીર સવજી ધોળકિયાનો સંકલ્પ પૂરો થયો, ભારત માતા સરોવરનું સપનુ સાકાર થયું

Bharatmala Sarovar : 155 કરોડનો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વધારે સરોવર બનાવવામાં આવ્યા... 50 ટકા ગામ અને 50 ટકા રકમ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા... દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે 

ગુજરાતના સૌથી મોટા દાનવીર સવજી ધોળકિયાનો સંકલ્પ પૂરો થયો, ભારત માતા સરોવરનું સપનુ સાકાર થયું

Savji Dholakiya : લાઠીના દુધાળા ખાતે આગામી તારીખ 28 મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાશે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ 2017 માં ગાગડીયા નદી પર બનાવેલ હરી કૃષ્ણ સરોવરનું નિર્માણ કર્યું હતું. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમરેલી ખાતે તા.17/11/2017 ના રોજ ત્યાંથી વિડિયો કોન્ફરન્સ માં માધ્યમથી હરીકૃષ્ણ સરોવરનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન ગાગડીયા નદી પર ભારત માતા સરોવરનું નિર્માણ કરી અને વડા પ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ બાદ સાત વર્ષ પછી આગામી તારીખ 28 મી ના રોજ પૂરો થશે. જેથી આવી જ રીતે ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકાર ના સંયુક્ત ઉપક્રમે ગાગડીયા નદી પર દાદાના સરોવરનું નિર્માણ કરેલ તેનું લોકાર્પણ પુ.મોરારી બાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આવીજ રીતે બા ના સરોવરનું લોકાર્પણ પુ.રમેશભાઈ ઓઝા ભાઈના હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ નારણ સરોવરનું લોકાર્પણ તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ લુવારિયા નજીક યુનાઈટેડ નેશન્સ સરોવરનું નિર્માણ કરવામાં આવેલ હતું અને તેનું લોકાર્પણ દેશના 14 માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું હતું.. ત્યાર બાદ ભેંસાણ નજીક ગોવિંદ કાકા ધોળકિયા સરોવરનું નિર્માણ કરી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે યુએન સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. મુખ્યમંત્રી દ્વારા હરસુર પુર દેવળીયાથી લીલીયાના ક્રાંકચ સુધી ગાગડીયા નદી પર ચાલી રહેલ જળ સંચયની કામગીરીનો સમીક્ષા કરી અને કામગીરીની પ્રસંશા કરી હતી.

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયા નદી પર સરોવરની હારમાળા સર્જી દીધી છે અને 50 કરતા વધારે સરોવરનું ગાગડીયા નદી પર સર્જન કરવામાં આવ્યું છે. જેને લઇને 100 કરતા વધારે ગામોને જલ સ્રોતોનો ફાયદો નોંધાયો છે. જેથી મોટા ભાગના ખેડૂતોને ખેતીમાં ત્રણ પાક લેતા થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news