હાલોલમાં આ સાધુ પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, સંતાન પ્રાપ્તિના નામે મહિલા સાથે બાંધ્યા શરીરસંબંધ, પછી...

આશ્રમમાં સંતાન પ્રાપ્તિની વિધિ માટે આવતી એક પરિણીત મહિલા સાથે પોતાની જાતને સાધુ કહેતા એક ઇસમે વિશ્વાસ સંપાદિત કરી દુષ્કર્મ આચર્યુ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

હાલોલમાં આ સાધુ પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, સંતાન પ્રાપ્તિના નામે મહિલા સાથે બાંધ્યા શરીરસંબંધ, પછી...

પંચમહાલ: શેર માટીની ખોટ પૂરી પોતાના પેઢીના વારસદાર માટે શ્રદ્ધા સાથે દરદર ભટકી રહેલા દંપતીઓ માટે એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમાજમાં નિઃસંતાન દંપતિઓ પથ્થર એટલા દેવ માની પોતાની સંતાનપ્રાપ્તિની ઝંખના પૂરી કરવા માટે ઠેર ઠેર ફરી રહ્યા છે. આવા જરૂરિયાત મંદોનો ગેરલાભ ઉઠાવી કેટલાક પાખંડીઓ સંતાન વાંચ્છુ મહિલાઓ સાથે પોતાની હવસ સંતોષતા હોવાનું સામે આવતું હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકથી સામે આવ્યો છે.

ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભાઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા આ ઘટના જાણી લો...

હાલોલના ટીમ્બી ગામ સ્થિત એક આશ્રમમાંથી સનાતની સંસ્કૃતિ પર કાળી ટીલી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આશ્રમમાં સંતાન પ્રાપ્તિની વિધિ માટે આવતી એક પરિણીત મહિલા સાથે પોતાની જાતને સાધુ કહેતા એક ઇસમે વિશ્વાસ સંપાદિત કરી દુષ્કર્મ આચર્યુ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકો કમાણી ખાશે!

મહિલાએ દુષ્કર્મના આરોપ સાધુ ઉપર લગાવ્યા છે. મહિલાએ તેના સ્વજનોના માધ્યમથી હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે કહેવાતા સાધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાધુની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ મથકે લવાયેલા આક્ષેપિત સાધુ પોતે નિર્દોષ હોવાનું ગાવા સાથે પોતાને રાજકારણનો ભોગ બનાવ્યો હોવાનું જણાવી મીડિયા સમક્ષ ગુસ્સે થતા પણ જોવા મળ્યા હતા.

હાલોલના ટીંબી ખાતે આવેલા એક આશ્રમમાં એક સંતાન વાંચ્છુ મહિલા સાધુના આશીર્વાદ લેવા માટે જતી હતી અને પોતાની કુખે શેર માટેની ખોટ પુરાઈ જાય એવી અતૂટ આસ્થા રાખી હતી. પરંતુ આશ્રમના કહેવાતા સાધુએ મહિલા અને તેના સ્વજનો સાથે વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો અને જે વિશ્વાસનો આખરે દુરુપયોગ કરી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાના આક્ષેપ હાલ સાધુ સામે મહિલાએ કર્યો છે. 

શહેરના કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ, ઈસનપુરના સમુહલગ્નોત્સવમાં માહોલ બગડ્યો!

જોકે આ સમગ્ર મુદ્દે પીડિત મહિલા અને તેના સ્વજનો જાગૃત બની સાધુને ખુલ્લો પાડવા માટે મેદાનમાં આવ્યા છે. પીડીતાએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે સાધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ મહિલાના તબીબી પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી સાધુની અટકાયત કરી વધુ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Trending news