વૈભવી મોજશોખ પુરા કરવા માટે અડધા અમદાવાદને માથે લેનારી ટોળકીનો પર્દાફાશ!
અમદાવાદ ઠક્કરબાપા નગર માં રહતો રોહિત પટણી મૂળ પાલનપુરનો છે. જેને એક્ટિવા ચોરીના ગુનામાં કૃષ્ણનગર પોલીસે ઝડપી બે સગીરોની પૂછપરછ કરતા અનેક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસની ટીમ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતી તે સમયે એક એક્ટિવા પર આ ત્રણેય આરોપીઓ પસાર થતા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વાહણચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓ ને ઝડપવામાં કૃષ્ણનગર પોલીસને સફળતા મળી છે. કૃષ્ણનગર પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો સહિત ત્રણ આરોપીઓને પકડી અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભાઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા આ ઘટના જાણી લો...
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ રોહિત પટણી છે. અમદાવાદ ઠક્કરબાપા નગર માં રહતો રોહિત પટણી મૂળ પાલનપુરનો છે. જેને એક્ટિવા ચોરીના ગુનામાં કૃષ્ણનગર પોલીસે ઝડપી બે સગીરોની પૂછપરછ કરતા અનેક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસની ટીમ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતી તે સમયે એક એક્ટિવા પર આ ત્રણેય આરોપીઓ પસાર થતા હતા. પોલીસને શંકા જતા આ ત્રણે આરોપીઓની પૂછપરછ શરૂ કરતાં ચોરી કરેલું એકટીવા પર નીકળ્યુ. જોકે આરોપીઓ વધુ પૂછપરછ કરતા એક બે નહીં પરંતુ 7 એકટીવા ચોરીના મળી આવ્યા.
આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકો કમાણી ખાશે!
પકડાયેલ આરોપીઓએ માત્ર દોઢ મહિનામાં સાત થી પણ વધુ એકટીવા ચોરીને અંજામ આપ્યો. જોકે એક્ટિવા ચોરી કરવા આરોપી બપોરે ભીડ ભાડા વાળા વિસ્તાર , કોમ્પલેક્ષ અને રાત્રીનો સમય નક્કી કરતા હતા. ચોરી કરવાંની મોડસ ઓપરેન્ડી ની જો વાત કરીએ તો આરોપીઓ અન્ય કોઈ વાહન નહિ પરંતુ એક્ટિવા ચોરી ને જ અંજામ આપતા હતા.ચોંકાવનારી વાત તો એ છે કે એક્ટિવા નું લોક ન તોડવું પડે તે માટે આરોપીઓ એ માસ્ટર કી પણ બનાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બે આરોપીઓ એક્ટિવ ચોરી કરીને અવાવરૂ જગ્યા પર મૂકી દેતા અને ત્યાર બાદ આરોપી રોહિત તે જગ્યા પર જઈને એક્ટિવા લઈ આવતો હતો.જોકે આરોપી રોહિત ચોરી કેટલાં એક્ટિવા વેચવા જવાનો પ્લાન તૈયાર કર્યો હતો તે પહેલાં તો પોલીસ ની ઝપટ માં આવી ગયો.
શહેરના કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ, ઈસનપુરના સમુહલગ્નોત્સવમાં માહોલ બગડ્યો!
હાલ તો કૃષ્ણનગર પોલીસે નિકોલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા 7 એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે. જોકે હાલ તો પોલીસે આરોપી રોહિતના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે વધુ પૂછપરછ બાદ વધુ ગુનાઓના ભેદ ઉકેલાઈ શકે છે.
More Stories