પતિ પૈસા આપીને બીજી મહિલા સાથે મનાવતો હતો રંગરેલિયા, પત્નીએ હોટલમાંથી રંગે હાથે પકડ્યો અને પછી...

પતિ-પત્નીના સંબંધોમાં વફાદારી ખુબ મહત્વની હોય છે. પરંતુ ક્યારેક આ વફાદારી તૂટે તો જીવનમાં ભૂકંપ આવે છે. આવી એક ઘટના થાઈલેન્ડમાં જોવા મળી છે. અહીં એક પુરૂષ અન્ય મહિલા સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો ત્યારે પત્નીએ ત્યાં રેડ પાડી. 

પતિ પૈસા આપીને બીજી મહિલા સાથે મનાવતો હતો રંગરેલિયા, પત્નીએ હોટલમાંથી રંગે હાથે પકડ્યો અને પછી...

નવી દિલ્હીઃ કોઈપણ સંબંધની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ એ સૌથી વધારે જરૂરી છે, પતિ-પત્નીના સંબંધોના નાજુક ડોરમાં શંકાનો કીડો સળવળે તો આ વિશ્વાસ પળભરમાં તૂટી જાય છે. આજના સમયમાં લોકો આ અહમિયતને ભૂલી રહ્યાં છે. જેના કારણે સંબંધો બને છે ઓછા અને તૂટે છે વધુ. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાએ એક મહિલાને એટલી બધી ધીબી નાખી હતી કે તેણે પોલીસને બોલાવવી પડી હતી.

કોઈપણ સંબંધમાં વિશ્વાસ એ એક મોટું પરિબળ છે. ખાસ કરીને જો પતિ-પત્ની વચ્ચે સારો સંબંધ હોય તો બંને તરફથી વિશ્વાસનું બંધન મજબૂત હોવું જોઈએ કારણ કે એક શંકા તમારા જીવનભરનો વિશ્વાસ ક્ષણભરમાં ખતમ કરી શકે છે. દાંપત્ય જીવનમાં જો પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલની સાથે વિશ્વાસ ન હોય તો સંબંધ તૂટતાં વધુ સમય નથી લાગતો… પરંતુ બદલાતા સમયમાં લોકો સંબંધોમાં વિશ્વાસનું મહત્વ ભૂલી રહ્યા છે. 

આ જ કારણ છે કે આપણને દરરોજ બેવફાઈ સાથે જોડાયેલી વાતો જોવા અને સાંભળવા મળે છે. આવી જ એક ઘટના આ દિવસોમાં ચર્ચામાં છે જ્યાં એક મહિલાએ તેના પતિને સેક્સ વર્કર સાથે પકડ્યો અને તેણે એ મહિલા સાથે શું કર્યું તે આ સમયે આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે.

મામલો થાઈલેન્ડના ફૂકેતનો છે, જ્યાં એક મહિલાને તેના પતિ પર શંકા હતી કારણ કે તેના ફોનમાં સેક્સ વર્કરના ઘણા ફોટા હતા. આ પછી મહિલાએ તેના પતિનો પીછો કરીને તેને રંગે હાથે પકડી લીધો હતો. પતિ તો હાથ ના લાગ્યો પણ એ સમયે મહિલા હાથ લાગી ગઈ હતી. પત્નીએ બધો ગુસ્સો એ મહિલા પર ઉતારી દીધો હતો. તેણે મહિલાને એટલો માર માર્યો કે સેક્સ વર્કરને મદદ માટે પોલીસને બોલાવવી પડી અને પોલીસ આવ્યા બાદ તેને છોડી દેવામાં આવી હતી. આ મામલે પોલીસનું કહેવું છે કે હાલ મામલાની તપાસ ચાલી રહી છે. અધિકારીઓ આ ઘટના ક્યાં બની તેની તપાસ કરી રહ્યા છે.

પોલીસ કેસની તપાસ કરી રહી છે
નવાઈની વાત એ છે કે પતિને પહેલાંથી જ ખબર પડી ગઈ હતી કે તેની પત્ની તેના પર શંકા રાખી રહી છે, તેથી પત્ની રૂમમાં પ્રવેશે તે પહેલાં જ તે ભાગી ગયો હતો. અંગ્રેજી વેબસાઈટ ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ અનુસાર, ત્યાં હાજર અન્ય લોકોએ આ અંગે પોલીસને જાણ કરી અને ત્યાં સુધી પત્નીએ સેક્સ વર્કરને મારવાનું ચાલુ રાખ્યું હતું.

આ બાબતે મુઆંગ ફૂકેત કર્નલ સારાવત ચૌરાસિતનું કહેવું છે કે હાલમાં અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને અમને આ જગ્યા પર મસાજ કરાવવામાં આવતી હોવાની કોઈ માહિતી નથી. પીડિતાના વકીલ આ મુદ્દે કહે છે કે કોઈ પર હુમલો કરવો એ ગુનાની શ્રેણીમાં આવે છે અને પીડિતા પોલીસને તેની જાણ કરી શકે છે. મસાજ પાર્લરમાં બનેલી આ ઘટનાની હાલમાં તપાસ ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ દોષિતોને બરાબર સજા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news