મોદી સરકારને આડે હાથ લેવાની લ્હાયમાં હાર્દિકે માર્યો મોટો લોચો, થયો જબરદસ્ત ટ્રોલ
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કૂદી પડ્યો છે.
Trending Photos
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કૂદી પડ્યો છે. તેણે આ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો, જો કે આ ટ્વિટને લઈને તે પોતે ટ્રોલ થવા લાગ્યો. હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું કે 'અમારા બે બાળકો પેટ્રોલ અને ડીઝલ અમારા કંટ્રોલમાં નથી. કૃપા કરીને અમને ફરિયાદ ન કરો- વિકાસના પપ્પા' તેની આ ટ્વિટ સામે આવતા જ લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કરવા માંડ્યો. હાર્દિકને શુદ્ધ હિંદીમાં લખવાની સલાહ પણ મળવા લાગી. હાર્દિક પટેલે ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી રાખ્યો છે. ગત વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેણે કોંગ્રેસને સાથ આપ્યો હતો. આમ છતાં જો કે ભાજપ રાજ્યમાં સત્તા મેળવવામાં સફળ રહી હતી. પાટીદાર નેતાએ અનામત માટે વ્યાપક સ્તરે આંદોલન શરૂ કર્યુ હતું. આ આંદોલને ત્યારબાદ રાજકીય સ્વરૂપ પકડી લીધુ હતું. હાર્દિક ઉપરાંત દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો હતો. આ જ કારણે ગુજરાતમાં ભાજપ સત્તા મેળવવામાં તો સફળ રહી પરંતુ બેઠકો 100થી નીચે આવી હતી.
हमारे दो बच्चें प्रेटोल और डीज़ल हमारे कंट्रोल में नहीं है।कृपया करके हमें फ़रियाद न करे-विकास के पापा
— Hardik Patel (@HardikPatel_) May 24, 2018
અત્રે જણાવવાનું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો પર 25મી મેના રોજ સતત 12માં દિવસે પણ વધારો થયો. બંનેના ભાવો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગ્રાહકોને પેટ્રોલ એક લીટના 85.65 રૂપિયા પડે છે. ડીઝલ પણ 24 પૈસા મોંઘુ થયું છે. પેટ્રોલિયમ ઉત્પાદનોમાં સતત વધતા ભાવોને નિયંત્રણમાં લેવા માટે મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે.
150 रुपये प्रति लीटर पेट्रोल के भाव तक मैं @BJP4India के साथ हूं।
और
फिर भी बढ़े तो
बाद में अपना भैंसा गाड़ी लेकर @BJP4India को वोट देने जाऊंगा..#petrolpricehike
— दि ग्रेट मराठा (@Maratha_Ajit_96) May 24, 2018
આ બાજુ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ભાવ ઘટાડાને લઈને કેટલાક સંકેત આપેલા છે. તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગ્રાહકોને તત્કાળ રાહત મળે તે માટે કેટલાક ઉપાયો પર વિચારણા થઈ રહી છે.
पेट्रोल को प्रेटोल लिख रहा है और फरियाद विकास के पापा से कर रहा है।
— Gourav hemnani (@hemnani_gourav) May 25, 2018
अरे यार...याद आया..
तेरा आरक्षण आंदोलन का क्या हुआ?
— Rajesh Patni (@RajeshPatni4) May 24, 2018
इतनी गालियां खाने के बाद तो चूल्लू भर पानी खोज ले
— Er.Sudhir Shukla (@ShuklaSudhir9) May 26, 2018
हाद्रिक प्लेट
क्या ??
क्या मैंने गतल लिखा है । 😋😋निपाह फैल रहा है । बात न करो साले की ।। हमे भी लग जाएगा
— 👉 बड़के _ भईया 💥💥 (@pushpendra055) May 26, 2018
पेट्रोल होता है भाई😂
— I_m_sauravsingh (@m_sauravsingh) May 26, 2018
पहले सही लिखना सिखो अनामत के भूखे,😡😡 पेट्रोल लिखा जाता है प्रेटोल नही, और तुम्हारे आउल बाबा को बोलो पंजाब में और कर्नाटक में तो दाम घटा कर दिखाएँ, क्योंकि राज्य का राजस्व कम करके इतनी सेवा तो कर सकता है जनता की!! सिर्फ विरोध ही करोगे की कुछ करके भी दिखाओगे?😡😡😡
— 🎪भारतीय सन्नारी🎪 (@Bhartiysannari) May 25, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે