ભાવવધારો

groundnut oil price in gujarat goes high watch video on zee 24 kalak PT2M29S

રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો

રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. રાજકોટમાં સિંગતેલનો ભાવ 2000ને પાર ગયો છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બે 75 રુપિયાનો ભાવવધારો થયો છે. જો કે હજી પણ સિંગતેલના ભાવમાં 20થી 30 રૂપિયા વધે તેવી શક્યતાઓ છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીનો પાક ઓછો થયો હતો.જે બાદ ખેડૂતોએ પણ ઉંચાભાવે મગફળી વેચી હતી...જો કે સીંગતેલના વેપારીઓ કહી રહ્યા છેકે જો નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવ ઘટી શકે છે. નાફેડ પાસે કુલ 5 લાખ ટન મગફળી ઉપલબ્ધ છે.

Feb 25, 2020, 09:00 AM IST
 vegetables price hike in gujarat PT7M46S

શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીઓ પરેશાન

એક તરફ ચોમાસા(Monsoon)ને લઈને શાકભાજી (vegetables) ના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળી (Onion Price)નું માર્કેટ મહારાષ્ટ્ર (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.

Sep 22, 2019, 02:00 PM IST

ચૂંટણી ટાંણે જ સુરતના વિવર્સે સરકાર સામે બાંયો ચઢાવી

સામી લોકસભા ચૂંટણી સમયે સુરતના વિવર્સ દ્વારા સરકાર સામે બાંયો ચઢાવવામાં આવી છે. વીજ ભાવોમાં વધારો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર વ્યાજ લેવાના મુદ્દે વિવર્સ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જોકે વિવર્સ એસોસિએશન દ્વારા સરકારને આ મુદ્દે અલ્ટીમેટમ આપી તાકીદ કરવામાં આવી છે કે ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવામાં આવે નહીં તો ચૂંટણીમાં ઉદ્યોગકારો નવાજૂની કરી શકે છે. 

Mar 31, 2019, 08:01 AM IST

ઊનાળો શરૂ થતા જ ગુજરાતમાં ભડકે બળ્યા શાકભાજીના ભાવ

ઉનાળાની શરૂઆત થતા જ લોકોના મગજનો પારો વધી જાય છે. ત્યાં ગૃહિણીઓને ટેન્શન આવી જાય તેવો ભાવવધારો શાકભાજીમાં નોંધાયો છે. ઉનાળો આવતા જ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં ખાસ કરીને લીંબુના ભાવ સાતમા આસમાન પર પહોંચી ગયા છે. શાકભાજીનો ભાવ વધતા સીધી અસર ઘરના બજેટને થઈ છે. ચૂંટણી ટાંણે જ ફરીએકવાર મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે જોઈ લો કઈ શાકભાજનો ભાવ કેટલે પહોંચ્યો. 

Mar 25, 2019, 03:15 PM IST

હવે વીજળીનું બિલ પણ વધશે, ટોરેન્ટ દ્વારા ફ્યુલ સરચાર્જમાં કરાયો વધારો

અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં ટોરેન્ટ દ્વારા વીજ દરમાં વધારો કરાયો છે. ફ્યુલ સરચાર્જ પેટે 23 પૈસાનો વધારો કરાયો છે. જેથી હવે સરચાર્જ 1.86થી વધારીને 2.09 રૂપિયા પર યુનિટ કરાયો છે. આ સાથે જ PGVCL, UGVCL, DGVCL, MGVCL દ્વારા પણ પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરાયો છે. જેથી તેનો ભાવ વધીને 1.61થી 1.71 રૂપિયા પ્રતિ યુનિટ કરાયો છે.

Nov 1, 2018, 10:23 AM IST

દીવાળી ટાણે જ મોંઘવારીનો અસહ્ય માર, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો 

દીવાળી પહેલા દેશવાસીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોક્કસપણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનું છે.

Nov 1, 2018, 09:28 AM IST

સતત ભાવવધારાથી મળી રાહત, આજે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો?

આજે વિજયાદશમીનાં ઉત્સવ નિમિત્તે લોકો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે.

Oct 18, 2018, 08:58 AM IST

વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોનું હલ્લાબોલ, જેતપુર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન

મહત્વનું છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં પોતાની માંગણીઓને લઈને ખેડૂતો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 
 

Oct 16, 2018, 12:48 PM IST

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી કમરતોડ વધારો, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

આ બાજુ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવો ભડકે બળી રહ્યાં છે. રવિવારે એટલે કે આજે પેટ્રોલના ભાવોમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થતા હવે આજે પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટરે  પેટ્રોલ વેચાઈ રહ્યું છે.

Sep 16, 2018, 08:47 AM IST

ભારત બંધ: પેટ્રોલ ડીઝલના દઝાડતા ભાવ વધારા પર કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન 

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોના વિરોધમાં કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.

Sep 10, 2018, 02:03 PM IST

'ભારત બંધ'માં કોણ કોંગ્રેસની પડખે અને કોણે જાળવ્યું અંતર? જાણો એક ક્લિક પર

પેટ્રોલ ડીઝલના આગ ઝરતા ભાવવધારા સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ બંધને 21 વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. જો કે કેટલીક પાર્ટીઓ તેના વિરોધમાં પણ છે

Sep 10, 2018, 08:38 AM IST

કર્ણાટક સરકારે રાજ્યના ખેડૂતોને આપી મોટી ભેટ, 2 લાખ રૂ. સુધીનું દેવું માફ

કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની ગઠબંધન સરકારના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટક વિધાનસભામાં 2018-19 માટે બજેટ રજુ કર્યું.

Jul 5, 2018, 01:47 PM IST

મોદી સરકારને આડે હાથ લેવાની લ્હાયમાં હાર્દિકે માર્યો મોટો લોચો, થયો જબરદસ્ત ટ્રોલ

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કૂદી પડ્યો છે.

May 26, 2018, 08:16 AM IST