હાર્દિકના ઉપવાસને કોંગ્રેસને આપ્યો સંપૂર્ણ ટેકો, કોંગી ધારાસભ્યોએ કરી મુલાકાત

કોંગ્રેસના ધારાસભ્યો આ પહેલા રાજ્યપાલ અને માનવ અધિકાર પંચને મળ્યા હતા. ત્યારબાદ તેઓ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. 
 

 હાર્દિકના ઉપવાસને કોંગ્રેસને આપ્યો સંપૂર્ણ ટેકો, કોંગી ધારાસભ્યોએ કરી મુલાકાત

અમદાવાદઃ ગ્રીનવુડ ફાર્મ હાઉસ ખાતે પાટીદાર નેતા હાર્દિક પટેલ ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે આ ઉપવાસનો ત્રીજો દિવસ છે. ત્યારે કોંગ્રેસે આ આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિકને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. 

આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ અને માનવ અધિકાર પંચની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે હાર્દિક સાથે મુલાકાત કરી છે. 

હાર્દિક પટેલે ઉપવાસના ત્રીજા દિવસે ફેસબુક લાઇવ કર્યું હતું. તેમાં તેણે કહ્યું કે, જો સરકાર માત્ર 24 કલાક મારા ઘર પાસેથી પોલીસ હટાવીને દેખાડી દે, તો અહીં ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઇ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડવાની છે. 

ભાજપના નેતા પણ જોડાઈઃ હાર્દિક
હાર્દિક પટેલે ભાજપ પર દમન કરવાનો આરોપ મુક્યો અને કહ્યું કે, તેની પાસે કોઇ અપેક્ષા રાખી શકે નહીં. સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવે. મારા ઘર બહાર જે પોલીસ મુકવામાં આવી તે ગુજરાતમાં મુકવામાં આવે તો દારૂનું એક ટીપું પણ ન આવી શકે. હું ભાજપના નેતાઓને પણ જોડાવા માટે આહ્વાન કરૂ છું. મારી માંગ દેવામાફી અને અનામતની છે જેનો સરકાર સ્વીકાર કરી લે. ઘર બહાર પોલીસ નિર્દોષ લોકોને રોકી રહી છે. 

કોંગ્રેસના નેતાઓએ હાર્દિક સાથે કરી મુલાકાત
કોંગ્રેસના નેતાઓ શશિકાંત પટેલ, બદરૂદ્દીન શેખ સહિતના આગેવાનો હાર્દિકને મળ્યા હતા. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રાબડિયાએ પણ આજે હાર્દિકન મુલાકાત લીધી હતી. તો આ સિવાય લલિત વસોયા, બાબુ વાજા, ભીખાભાઇ જોશી, લલિત કગથરા, નૌશાદ સોલંકી, કિરીટ પટેલ, વલ્લભ ધારવીયા અને મહેશ પટેલ સહિતના ધારાસભ્યો પણ હાર્દિકને મળ્યા પહોંચ્યા હતા. 

એલજેડીએ પણ હાર્દિકને આપ્યું સમર્થન
હાર્દિકને મળવા માટે LJDના મુંબઈના ધારાસભ્ય કપિલ પાટીલ પહોંચ્યા હતા. સાથે જ તેમણે રાજ્ય સરકારને 2 સણસણતા સવાલ પૂછ્યા હતા. તો હાર્દિકને મળવા માટે લોકોને રોકવામાં આવી રહ્યા છે તેના પર પણ નિશાન સાધ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news