કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે 30 ટકા VVPATની તપાસ કરાવવા માંગ કરી

કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં માંગ ઉઠાવી કે 30 ટકા વીવીપેટ મશીનોનો ચેકિંગ બાદ વપરાશ કરવામાં આવવો જોઇએ

કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે 30 ટકા VVPATની તપાસ કરાવવા માંગ કરી

નવી દિલ્હી : કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે ચૂંટણીમાં ઉપયોગ થનારી ઓછામાં ઓછા 30 ટકા વીવીપેટની તપાસ કરાવવામાં આવે. પાર્ટીએ ચૂંટણી પંચ દ્વારા બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં માંગ ઉઠાવી. બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું કે, ઇવીએમનાં પ્રત્યે જનતાનું વલણ નકારાત્મક થતું જઇ રહ્યું છે કારણ કે મોટાભાગના રાજ્યોમાં મતદાતા દરમિયાન તેમાં ગોટાળાઓ સામે આવ્યો છે. એટલે સુધી કે ઘણી વાર જોવા મળ્યું કે મત્ત આપવા માટે કોઇ પણ બટન દબાવો તો એક જ ચિન્હનાં રાજનીતિક દળને મત મળે છે. 

વાસનિકે કહ્યું કે, કોંગ્રેસ પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચે આ અંગે કહ્યું કે, કોંગ્રેસ પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચે આ અંગે કહ્યું કે, તેનું એક જ નિવારણ છે કે વીવીપેટની ફરીથી તપાસ કરવામાં આવે તથા ઓછામાં ઓછા 30 ટકા વીવીપેટ તપાસ હોય જેથી ચૂંટણી પ્રક્રિયાની તરફ જનતાનું વલણ સકારાત્મક હોય.તેના કારણે દેશની લોકશાહી મજબુત થશે. 

વીવીપેટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં લાગેલી આ પ્રણાલી છે જેના કારણે નિકળતી કાગળની પાવતી દ્વારા મતદાતા દ્વારા અપાયેલા મત્તદાની પૃષ્ટી થાય છે. 

મોદી સરકારમાં ચૂંટણી પંચને નુકસાન પહોચાડવામાં આવી રહ્યું છે.
અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારમાં ન્યાયપાલિકા અને ચૂંટણી પંચને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ ઉઠી રહેલા આ મુદ્દાઓને ગંભીર મુદ્દાઓ પર ચુપકીદી સાધી રહ્યા છે. લંડનમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, વડાપ્રધાન તેમ કહીને દરેક ભારતીયનું અપમાન કરે છે કે છેલ્લા 70 વર્ષમાં કંઇ જ નથી થયું. તેમણે કહ્યું કે, ભારત, વિશ્વને ભવિષ્ય દેખાડે છે. ભારતના લોકોએ તેને શક્ય કર્યા અને તેમાં કોંગ્રેસે મદદ કરી છે. 

રાહુલે કહ્યું કે, જો વડાપ્રધાનનું કહેવું છે કે તેમના કાર્યભાર સંભાળતા પહેલા કંઇ પણ નથી થયું તો તેઓ કોંગ્રેસ પર ટીપ્પણી નથી કરી રહ્યા, તેઓ દેશનાં એક વ્યક્તિનું અપમાન કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાનમાં ભારતમાં દલિતો, ખેડૂતો, જનજાતીય લોકો, લઘુમતીઓ અને ગરીબોને કહેવામાં આવે છે કે તેમને કંઇ જ નહી મળે અને અવાજ ઉઠાવવામાં તેમને માર મારવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news