હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો
હાર્દિક પટેલે ZEE 24 Kalak સાથે ટેલિફોનિક વાતચીત રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી નારાજ ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નબળી નેતાગિરી અને નિર્ણય લેવાની શક્તિને લઇને હાર્દિક પટેલ નારાજ હતા. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં કોંગ્રેસની સંભાવનાઓને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું છે.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
હાર્દિક પટેલે ZEE 24 Kalak સાથે ટેલિફોનિક વાતચીત રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.
કોંગ્રેસની ચિંતન શિબિર બાદ હાર્દિક પટેલ બીજા મોટા નેતા છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા રહી ચૂકેલા હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં કોંગ્રેસની ટીકા કરવાની સાથે પાર્ટીના નેતૃત્વને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ તે સતત ભાજપની પ્રશંસા કરી રહ્યા છે એવામાં તેઓ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો છે અને હવે ભાજપના નેતાઓને મળવાથી આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે