હાર્દિકના કોંગ્રેસમાંથી રાજીનામાં અંગે સૌથી પહેલાં ZEE24કલાકે આપી હતી જાણકારી, શું સંકેતો હતા તે પણ જાણો
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર ઝી 24 કલાક સમાચારોમાં અગ્રેસર રહ્યું. ઝી 24 કલાકના સમાચારો પર વાગી છે મહોર. ઝી 24 કલાકે સમાચાર થકી જણાવ્યું હતુંકે, ટૂંક સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામું આપી શકે છે. ઝી 24 કલાકના આ અહેવાલ પર ગણતરીના કલાકોમાં જ મહોર વાગી છે. સૌથી પહેલાં આજે ZEE 24 કલાક સાથેની ટેલિફોનિક વાતચીતમાં હાર્દિક પટેલે પોતે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટી કરી.
આ પણ વાંચોઃ કોંગ્રેસથી હાર્દિક પટેલનો મોહભંગ, ભાજપ સાથે ઈલુઈલુ! કેમ થઈ રહી છે હાથનો સાથ છોડી કમળ પકડવાની ઉતાવળ?
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદો પરથી કેમ રાજીનામું ધરી દીધું તે સવાલ હાલ સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઝી24કલાકે સૌથી પહેલાં હાર્દિકના કોંગ્રેસમાંથી રાજીનામાં અને ભાજપમાં પ્રવેશ અંગેના સમાચારો પ્રસારીત કર્યાં હતાં. આ સમાચારો પ્રસારિત થયા ના ગણતરીના કલાકોમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતે ખુદ આ સમાચારોની પુષ્ટી કરી છે.
આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉન સુરતમાં જ બેફામ બન્યા લુખ્ખાતત્વો! દહેશત ફેલાવા હથિયારો સાથેનો વીડિયો વાયરલ કર્યો
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લાંબા સમયથી કોંગ્રેસની નારાજ ચાલી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલે સરકારની સામે લડવાની માનસિકતા સાથે વર્ષ 2019માં રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં હાર્દિક પટેલ દેશની સૌથી જુની પાર્ટીના મુફાટ વખાણ કરતાં થાકતા ન હતા. એ જોતા કાંગ્રેસે પણ હાર્દિકને સૌથી નાની વયમાં ગુજરાત રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. પણ સમય જતાં કોંગ્રેસથી હાર્દિકનો મોહભંગ થયો હોય તેવા સંકેતો ખુદ તેની તરફથી જ આપવામાં આવ્યાં. ટૂંક સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને તમામ પદો પરથી રાજીનામું આપી શકે છે તેવું ઝી24કલાકે 17 મે 2022 ને મંગળવારના રોજ પ્રસારિત કર્યા હતાં. અને આજે એના પર મહોર વાગી ગઈ છે.
આ પણ વાંચોઃ બાપરે...અચાનક ધ્રુજારી આવી અને ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં, પાટણમાં પશુઓના મોતથી ફફડાટ
જેમ જેમ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ હાર્દિક પટેલનો કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ ઓછો થતો હોય તેવા સંકેતો ખુદ હાર્દિક જ પોતાના વાણી-વર્તનથી આપી રહ્યો હતો. વિસનગરના ધારાસભ્યની ઓફીસમા તોડફોડના કેસમાં હાર્દિકને બે વર્ષની સજા પડી જેના પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો. સ્ટે મળ્યાના બીજા જ દિવસે હાર્દિકે કાંગ્રેસના સ્થાનિક નેતૃત્વ અને પ્રભારી સામે સવાલ ઉઠાવ્યા. પોતે ટ્વીટર પરથી પણ કોંગ્રેસના નેતા તરીકેની ઓળખ થોડા દિવસે પહેલાં હાર્દિકે હટાવી દીધી હતી. હવે ટૂંક સમયમાં હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે તે વાત પણ નક્કી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે