સરકાર પર ભરોસો ન હોવાથી હાર્દિકને હવે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

હાર્દિકના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા છે અને હાર્દિકની તબિયત હાલ સ્થિર છે, સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સરકાર પર વિશ્વાસ ન હોવાનું દર્શાવીને પાસ સમિતિ દ્વારા તેને એસજી હાઈવે પર આવેલી એસજીવીપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

સરકાર પર ભરોસો ન હોવાથી હાર્દિકને હવે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

અમદાવાદઃ હાર્દિકની બપોર બાદ તબિયત લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાર્દિકે પોતાની મરજીથી હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હોવાનું લેખિતમાં પણ જણાવ્યું હતું. જોકે, હવે સરકાર પર ભરોસ ન હોવાનું જણાવીને હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને હાલ એસજી હાઈવે પર આવેલી ખાનગી હોસ્પિટલ એસજીવીપી ખાતે ખસેડવામાં આવ્યો છે.    

હાર્દિકને દાખલ કરાયા બાદ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા તેના વિવિધ રિપોર્ટ કરાવાયા હતા. જેનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ડોક્ટરે બુલેટિનમાં જણાવ્યું હતું કે, તેના રિપોર્ટ સારા આવ્યા છે અને હાલ હાર્દિકની તબિયત સ્થિર થઈ છે. તેના તમામ અંગે સારી રીતે કામ કરી રહ્યા છે. 

ત્યાર બાદ હાર્દિકની તબિયત સારી થતાં પાસ સમિતિના સભ્ય મનોજ પનારાએ જણાવ્યું કે, આ સરકાર નિષ્ઠુર છે અને અમને આ સરકાર પર ભરોસો નથી. આથી અમે તેને એસજી હાઈવે પર આવેલી ખાનગી હોસ્પિટલ એસજીવીપીમાં ખસેડવાની સોલા સિવિલ સમક્ષ માગ મુકી હતી. જેને પગલે સોલા હોસ્પિટલ દ્વારા પાસ સમિતિની મંજુરીને પગલે હાર્દિકને ખસેડવા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 

ત્યાર બાદ હાર્દિકે ફરીથી ટ્વીટ કરીને જણાવ્યું કે, મારા અનિશ્ચિતકાલીન ઉપવાસ ચાલુ જ છે. મને ગ્લૂકોઝની બોટલ ચડાવાઈ છે. મારો અન્ન અને જળનો ત્યાગ ચાલુ છે. લડીશ, પરંતુ હાર નહીં માનું. ખેડૂતો અને સમુદાયના ગરીબ લોકો માટે મરતા દમ સુધી લડતો રહીશે. 

— Hardik Patel (@HardikPatel_) September 7, 2018

હાર્દિક અને પાસ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ સોલા સિવલિ દ્વારા હાર્દિકને તેની સ્વચ્છાએ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અહીંથી, હાર્દિકને એક વિશેષ આઈસીયુ એમ્બ્યુલન્સમાં એસજીવીપી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાર્દિકને સંપૂર્ણ પોલીસ સુરક્ષા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

— Jayant Chaudhary (@jayantrld) September 7, 2018

હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સોનોગ્રાફી સહિતના તમામ પ્રકારના ટેસ્ટ હાથ ધરાયા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ હાર્દિકની તબિયત અંગે એસજીવીપીના ડોક્ટરો દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવશે. 

આ બાજુ આવતીકાલે હાર્દિકને મળવા માટે જનતા દળના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ અને પેન્થર સેનાના ભિમસિંગ પણ અમદાવાદ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news