Haren Pandya murder case: SCએ પુનર્વિચાર અરજી ફગાવી, 10 આરોપીની સજા યથાવત
Trending Photos
અમદાવાદ :હરેન પંડ્યા હત્યા કેસ (Haren Pandya Murder Case) મામલે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી રિવ્યૂ પિટિશન રદ કરાઈ છે. જુલાઈ 5ના રોજ સુપ્રિમ કોર્ટે (supreme court) આપેલા ચુકાદાના આધારે પુનિવિચાર (Review Petition) અરજી ફગાવાઈ છે. આરોપીઓ દ્વારા આ અરજી 5 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવી હતી. ત્યારે પુનવિચાર અરજી ફગાવાતા 10 આરોપીઓની સજા યથાવત રહેશે. સુપ્રિમના ચુકાદામાં આરોપી સાબિત થયેલા 12માંથી 10 આરોપીઓએ પુનવિચાર અરજી દાખલ કરી હતી. પોતાનો નિર્ણય સંભળાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે, તમામ પુનવિચાર અરજીઓની સમીક્ષા કર્યા બાદ નક્કી થયું છે કે, તેમાં કોઈ પણ ભૂલ ન હતી. તેથઈ આ અરજીઓને નકારવામાં આવે છે.
અમદાવાદ BRTS અકસ્માતના Exclusive CCTV : ભાઈઓએ ઉતાવળે બાઈક ચલાવ્યું કે, પછી ડ્રાઈવરનો વાંક હતો?
કોણ હતા હરેન પંડ્યા
હરેન પંડ્યા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં મંત્રી હતા. તેમની અમદાવાદના લો ગાર્ડન એરિયામાં 26 માર્ચ, 2003ની વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. સીબીઆઈના અનુસાર, રાજ્યમાં 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ અને રાજ્ય પોલીસે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના 29 ઓગસ્ટ, 2011ના નિર્ણયને ખોટો ગણાવીને અપીલ દાખલ કરી હતી.
હરેન પંડ્યા હત્યાકાંડમાં 12 આરોપીઓને મુક્ત કરવાના નિર્ણયને ચેલેન્જ આપતી સીબીઆઈ અને ગુજરાત હાઈકોર્ટની અપીલ પર 5 જુલાઈના રોજ સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી હતી. સાથે જ કુલ 12 લોકોને આ કેસમાં આરોપી સાબિત કર્યા હતા. આ આરોપીઓમાં મોહંમદ રઉફ, મોહંમદ પરવેઝ અબ્દુલ કયૂમ શેખ, પરવેઝ ખાન પઠાણ ઉર્ફે અતહર પરવેઝ, મોહંમદ ફારુક ઉર્ફે હાજી ફારુક, શાહનવાઝ ગાંધી, કલીમ અહેમદા ઉર્ફે કલીમુલ્લાહ, રેહાન પુથવાલા, મોહંમદ રિયાઝ સરેસવાલા, અનીઝ માચીસવાલા, મોહંમદ યુનુસ સરસેવાલા અને મોહંમદ સૈફુદ્દીન છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે