સુપ્રિમ કોર્ટ News

7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
Mar 20,2020, 7:49 AM IST
શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર
જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.
Mar 19,2020, 9:18 AM IST
એકસાથે 2 સમાચાર: દીવમાં ફરી દીપડો દેખાયો, સુરતમાં દુષ્કર્મના આરોપીએ ફાંસીની સજા સુપ્રિમમાં પડકારી
Feb 14,2020, 9:20 AM IST
2002ના રમખાણોમાં PM મોદીને ક્લીનચીટ આપતી અરજી પર સુનાવણી ટળી
ગુજરાતમાં 2002ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણો (Gujarat Riots) ની તપાસ કરનારી SITના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમજ અન્યોને ક્લીનચીટ આપવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે (Supreme Court) સુનવણી 14 એપ્રિલના રોજ ટાળી છે. જોકે, મંગળવારે જસ્ટિસ એ.એમ ખાનવિલકરની બેન્ચે અરજી કરનારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ગેરહાજરી પર સુનવણી ટાળવાના આગ્રહને માની લીધું છે અને કહ્યું કે, આ કેસમાં 6 વાર સુનાવણી ટાળવામાં આવી છે. અમે તેને કેટલા લાંબા સમય સુધી આવી રીતે જ રાખીશું. તમે અમને એક તારીખ જણાવો જેમાં બંને પક્ષ ઉપસ્થિત રહે. આમ, ગુલબર્ગ સોસાયટી રમખાણ (Gulbarga Massacre case) અને હિંસા મામલામાં ઝાકિય જાફરી તરફથી અરજીમાં મંગળવારે સુપ્રિમ કોર્ટે સુનવણી ટાળી છે. 
Feb 4,2020, 12:42 PM IST

Trending news