ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢતાં હર્ષ સંઘવી આવી ગયા લાઈન પર, કરવી પડી આ Tweet

Uttarayan 2023: ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. પરંતુ દર વર્ષની જેમ રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો મુદ્દો ચર્ચામાં છે. આ દોરાને કારણે રાજ્યમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો હાઈકોર્ટમાં પણ આ મુદ્દો પહોંચ્યો છે. હવે ઉત્તરાયણના તહેવાર પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી લોકોને અપીલ કરી છે. 

ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢતાં હર્ષ સંઘવી આવી ગયા લાઈન પર, કરવી પડી આ Tweet

અમદાવાદઃ ઉત્તરાયણના તહેવાર નજીકમાં છે. સરકાર ચાઈનીઝ દોરાની સામે રીતસરનું અભિયાન ચલાવી રહી છે.  રાજયમં ચાઈનીઝ દોરાથી 3 લોકોનાં મોત થતાં ગુજરાત હાઈકોર્ટ પણ બગડી છે. પોલીસની ઝાટકણી કાઢતાં આજે ગૃહમંત્રીએ ઉત્તરાયણના પર્વે કોઈનો જીવ જોખમમાં ના મૂકાય એટલે પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આજે અમદાવાદમાં પ્રથમવાર ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવતા એક યુવક સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ ઠેરઠેર કાર્યવાહી કરી રહી છે. રાજ્યમાં ઉત્તરાયણ  પહેલાં જ ચાઈનીઝ દોરીના લીધે કેટલાય લોકો ઘાયલ થયાં છે અને ઉત્તરાયણના દિવસે અસંખ્ય પક્ષીઓ ઘાયલ થઈ શકે છે. ચાઈનીઝ દોરીથી ગુજરાતમાં થતાં મોતને લઈ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. પોલીસે પણ હાઈકોર્ટની નારાજગી બાદ એક્શન લેવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું છે કે ઉત્તરાયણના પર્વના દિવસે લોકોએ સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારસુધી ઉત્તરાયણમાં લોકો દોરીને કારણે ઇજાગ્રસ્ત થતા હતા. હવે આ ઉત્તરાયણમાં લોકોનાં મોત થતાં સરકાર પણ ફફડી છે. આ પહેલાં ચાઈનીઝ તુક્કલો પર સરકારે પ્રતિબંધ મૂકતાં હવે રાતે તુક્કલો દેખાઈ રહી નથી પણ ચાઈનીઝ દોરી સામે પણ સરકારે અભિયાન ચલાવવાની જરૂર છે. 

પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સલામત રહીએ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં મહત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો અને સલામત રહો. તેમણે આનું કારણ આપતાં કહ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે રસ્તાઓ પર પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે. રાજ્યમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉત્તરાયણની ઉજવણી સાથે મેટ્રો ટ્રેન, સુવિધાસભર એસ.ટી. બસ, રેલવે, ટેક્સી અને ઓટો રીક્ષા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સલામત રહીએ.

ઉત્તરાયણમાં રસ્તાઓ પર એકાએક જોવા મળતા પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે.#Uttarayan pic.twitter.com/Q5jg1SIh76

— Harsh Sanghavi (@sanghaviharsh) January 6, 2023

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને મોતની દોરી બની રહી છે.  ગુજરાતમાં આશાસ્પદ યુવાનનાં મોતની છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી ઘટના છે. આ મામલો કોર્ટ સુધી પહોંચતાં હાઈકોર્ટે પોલીસની આકરી ટીકા કરી છે. જેને પગલે હવે પોલીસ ગુજરાતમાં વેપારીઓ સામે તવાઈ બોલાવી રહી છે. પોલીસે જાહેરમાં સ્પષ્ટ કહ્યું છે કે ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં વેપારીઓની ધરપકડ કરાશે. આમ પોલીસ એક્ટિવ થઈ છે પણ ગૃહમંત્રી પણ એક્ટિવ થતાં પોલીસ પર પ્રેશર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news