હેડક્લાર્ક પેપરલીક કૌભાંડમાં માણસાની સ્કૂલ આવી શંકાના દાયરામાં, જ્યાં થઈ હતી લાખોની લેવડદેવડ

રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ, આ કૌભાંડ મામલે પોલીસની 18 ટીમ કાર્યરત છે. જેમાં અત્યાર સુધી 11 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ આજે ગૌણ સેવા મંડળને વધુ પુરાવા આપવાનો છે, ત્યારે પેપર લીક કૌભાંડમા મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે. 

હેડક્લાર્ક પેપરલીક કૌભાંડમાં માણસાની સ્કૂલ આવી શંકાના દાયરામાં, જ્યાં થઈ હતી લાખોની લેવડદેવડ

અતુલ તિવારી/અમદાવાદ :રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ, આ કૌભાંડ મામલે પોલીસની 18 ટીમ કાર્યરત છે. જેમાં અત્યાર સુધી 11 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ આજે ગૌણ સેવા મંડળને વધુ પુરાવા આપવાનો છે, ત્યારે પેપર લીક કૌભાંડમા મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે. 
 
યુવરાજે પેપર લીકમાં પતિ-પત્નીના નામ આપ્યા 
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે પતિ પત્નીએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી, જે અંગે યુવરાજસિંહે વાત કરી હતી. જેને લઈને હમીરગઢ ગામે ઝી 24 કલાકની ટિમ પહોંચી હતી જ્યાં તપાસ કરતા બંને ઘરે ન હતા. યુવરાજસિંહે જાહેર કરેલ હમીરગઢના મયુર પટેલ હાલ ગામમાં હાજર નથી. તેમજ તેમનો મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો. આમ યુવરાજસિંહે કરેલ આક્ષેપ પ્રમાણે શંકા મજબૂત બનતી લાગી રહી છે. પતિ પત્ની બંને હેડ ક્લાર્કની પરીક્ષા આપવા માણસા ગયા હતા. 

પરીક્ષા આપ્યા બાદ ચેક અપાયો 
તો બીજી તરફ, પેપરલીક કાંડમાં હમીરગઢના બે પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા એચ.એફ. ચૌધરી સ્કૂલમાં ગયા હતા તેવો યુવરાજસિંહે દાવો કર્યો હતો. પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારોના પિતાએ વચેટિયાને ચેક સુપરત કર્યો હતો તેવો દાવો યુવરાજે કર્યો હતો. યુવરાજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉમેદવાર પરીક્ષા આપીને બહાર આવે છે ત્યારે નાણાંકીય વ્યવહારો કરાયા બાદ એને છોડવામાં આવ્યો હતો. 

તો સમગ્ર મામલે એસ.એફ. ચૌધરી વિદ્યા સંકુલના પ્રિન્સિપલ દેવજી ચૌધરીએ કહ્યું કે, નિયમોને આધીન માત્ર ઉમેદવારોને જ અમે પ્રવેશ આપ્યો હતો. સમગ્ર પરીક્ષાની સીડી અમે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપી છે. અમારી પાસે જે પણ CCTV ફૂટેજ માગશે અમે એમને આપીશું. બહાર કોણ આવ્યું કોણ ગયું એની અમને જાણ ન હોય. પરિક્ષાખંડમાં લાગેલા CCTV ફૂટેજમાંથી આ પરીક્ષાર્થીઓ મળી રહેશે. 12 તારીખે યોજાયેલી પરીક્ષા 20 બ્લોકમાં 600 વિદ્યાર્થીઓએ આપી હતી. 11 વાગેથી પ્રવેશખંડ અપાયો હતો, 12 થી 2 વાગ્યાની પરીક્ષા હતી. અમે કોઈપણ વાલીને પરીક્ષા સમયે કેમ્પસમાં પણ પ્રવેશ આપતા નથી. પેપરનો સેટ ખોલતા પહેલા જે તે વર્ગમાંથી બે ઉમેદવારોની સહી લઈને સીલ ખોલવામાં આવે છે. અમે સંપૂર્ણ શરતોને આધીન પરીક્ષા યોજી છે.’

11 લોકોની અટકાયત
ZEE 24 કલાક પર પેપર લીક મામલે આજે મોટો ખુલાસો થઈ શકે છે. પેપર લીક કેસમાં અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરાઈ છે. 11 લોકોની સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તમામ ગાંધીનગર, અમદાવાદ અને સાંબરકાંઠાના રહેવાસી છે. ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી છે. પેપર લીક કેસમાં 18 ટીમ કામ કરી રહી છે. જેથી આજે બપોર સુધીમાં પેપર કાંડના ચહેરા સામે આવશે તેવી શક્યતા છે. યુવરાજસિંહ આજે વધુ પુરાવાઓ ગૌણ સેવા મંડળને આપશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news