માતૃભાષા દિવસ: આપણે બધાએ ગુજરાતી ભાષાનો રાગ તો આલાપ્યો, પણ આ A ગ્રેડ યુનિવર્સિટીમાં ગુજરાતી-હિન્દી ભવન જ નથી

International Mother Language Day: ગુજરાત સરકારે તાજેતરમાં આઠ મહાનગરોમાં શાળા, જાહેર સ્થળો, હોસ્પિટલોમાં બોર્ડ ગુજરાતીમાં લખેલ હોવાનો આદેશ કર્યો છે, પણ દિવા તળે અંધારું હોવાના પુરાવા આજે પણ હયાત છે અને તે પણ શિક્ષણ ધામમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ને આમ તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી માનવામાં આવે છે.

 માતૃભાષા દિવસ: આપણે બધાએ ગુજરાતી ભાષાનો રાગ તો આલાપ્યો, પણ આ A ગ્રેડ યુનિવર્સિટીમાં ગુજરાતી-હિન્દી ભવન જ નથી

પ્રેમલ ત્રિવેદી/ગુજરાત: આજે ગુજરાતી માતૃભાષા દિવસ છે, માતૃભાષાની વાત કરવામાં આવે તો તે છે ગુજરાતી, જ્યારે રાષ્ટ્ર ભાષાની વાત કરીયે તો એ છે હિન્દી... જોકે આ બંને ભાષાનું જતન કરવાની તેમજ આ ભાષાઓને જીવંત રાખવાની જવાબદારી  હોય છે શિક્ષણ ધામની... પરંતુ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આ બંને ભાષા ભવનનો અભાવ છે. યુનિ. દ્વારા તો સરકારમાં અનેક વખત ભાષા ભવનની માગણી કરી છે. પણ ક્યાંક માતૃ ભાષાની સરકાર જ અવગણના કરી પરવાનગી ન આપતું હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.

ગુજરાત સરકારે તાજેતરમાં આઠ મહાનગરોમાં શાળા, જાહેર સ્થળો, હોસ્પિટલોમાં બોર્ડ ગુજરાતીમાં લખેલ હોવાનો આદેશ કર્યો છે, પણ દિવા તળે અંધારું હોવાના પુરાવા આજે પણ હયાત છે અને તે પણ શિક્ષણ ધામમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ને આમ તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી માનવામાં આવે છે. આ યુનિવર્સિટીની 1986 માં સ્થાપના કરવામાં આવી હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા એમ કુલ 5 જિલ્લાઓમાં પથરાયેલ છે. જેમાં 2 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે.

જોકે ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં નવાઈ પમાડે તેવી બાબત સામે આવી છે. જેમાં વાત કરીયે તો આ યુનિવર્સીટીમાં તમામ ભવન બિલ્ડીંગ આવેલા છે પરતું હેમચંદ્રાચાર્યના નામથી સ્થાપના કરવામાં આવેલ યુનિવર્સિટી એ ભૂલી ગઈ કે હેમચંદ્રાચાર્ય એ ગુજરતીની પવિત્ર ભૂમિના ગુજરાતી ભાષાના પ્રણેતા હતા છતાં પણ આજે માતૃભાષાનું ભવન નથી તે શરમજનક બાબત છે.

પાટણ ઉત્તર ગુજરાત યુનિ એ પાંચ જિલ્લાની  350 થી વધુ કોલેજો સાથેનું જોડાણ ધરાવે છે અને યુનિ ખાતે પણ તમામ વિષયના શૈક્ષણિક ભવનો છે. પરંતુ હિન્દી અને ગુજરાતી જે મુખ્ય ભાષા હોવા છતાં તેનું ભવન નથી ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનેક મુશ્કેલી પડે છે અને તે બાબતે રજુઆત પણ યુનિ.માં અનેક વખત કરવામાં આવી અને યુનિ. ના સત્તાધીશો દ્વારા પણ સરકારના શિક્ષણ વિભાગમાં પણ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ આજ દિન સુધી આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરી ભાષા ભવન ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તમામ ભવન તેમજ ફેકલ્ટીઓ આવેલી છે પરતું માતૃભાષા તેમજ રાષ્ટ્રીય ભાષાના ભવનો કેમ નથી તો જાણવા મળ્યું કે આ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેબલ સાત અનુસ્નાતક વિભાગો આવેલા છે. જોકે ભાષાઓ માટે સંસ્કૃત ભારતીય વિદ્યા ભવન નામનું એક જ ડીપાર્ટમેન્ટ આવેલું છે. જ્યારે ગુજરાતી તેમજ હિન્દી ભાષાના સ્વતંત્ર ભવનો આ યુનિવર્સીટીમાં નથી. જોકે યુનિવર્સિટીના 40 થી વધુ કેન્દ્રો છે જ્યાં વિદ્યાર્થીઓને આ વિષયો શીખવાડવામાં આવે છે.

જોકે રજીસ્ટારના જણાવ્યા અનુસાર ગુજરાતી ભવન બનાવવાની માંગણી સરકારમાં વર્ષોથી પેન્ડીંગ છે. જો સરકારમાં માંગણી સ્વીકારાઈ જાયતો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગુજરાતી એવી આપડી માતૃભાષાનું ભવનનું નિર્માણ થઇ શકે, અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે તો યુનિ દ્વારા છેલ્લા 10 વર્ષથી ભાષા ભવન માટે માગણી કરી રહ્યું છે. પણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેની પરવાનગી આપવામાં આવતી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news