મગફળી પકવતા ખેડૂતો ખુશખુશાલ: ગુજરાતભરમાં સૌથી ઉંચો એક મણનો ભાવ બોલાયો

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક છેલ્લા 15 દિવસથી શરૂ થવા પામી છે, જેમાં આજે સવારે આરંભાયેલી હરરાજીમાં મગફળીના ગુજરાતભરમાં સૌથી ઉંચા ભાવ 1710 બોલાયા હતાં.

મગફળી પકવતા ખેડૂતો ખુશખુશાલ: ગુજરાતભરમાં સૌથી ઉંચો એક મણનો ભાવ બોલાયો

મુસ્તાક દલ/જામનગર: આજે જામનગરના હાપા યાર્ડમાં મગફળીના ગુજરાતભરમા સૌથી ઉંચા એક મણના રૂપિયા 1710 સુધીના ભાવ બોલાતા જિલ્લાના ખેડૂતો ખુશ જોવા મળ્યા છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક છેલ્લા 15 દિવસથી શરૂ થવા પામી છે, જેમાં આજે સવારે આરંભાયેલી હરરાજીમાં મગફળીના ગુજરાતભરમાં સૌથી ઉંચા ભાવ 1710 બોલાયા હતાં. ખોજાબેરાજાના ખેડૂતની 150 ગુણી મગફળીનો જથ્થો વેંચાયો હતો. અન્ય ખેડુતોની મગફળીની કિંમત પણ સારી પ્રાપ્ત થતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં થતી હરરાજીમાં ગત વર્ષે મગફળીના સૌથી ઉંચા ભાવ 1665 નોંધાયા હતાં. ચાલું સિઝનમાં છેલ્લા 15 દિવસથી નવી મગફળીની આવક શરૂ થવા પામી છે, ખેડુતો મગફળીનો જથ્થો લઇ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે જેમાં આજે ખોજા બેરાજાના ખેડુત સવજીભાઇ નાનજીભાઇ ભંડેરી પણ તેમની મગફળી યાર્ડમાં લાવ્યા હતાં, યાર્ડમાં મગફળીની હરરાજીની શરૂઆત થતાં તેઓની મગફળીના ભાવ સૌથી ઉંચા 1710 મળ્યા હતાં.

જામનગર હાપા યાર્ડમાં મગફળીના સૌથી ઉંચા ભાવ રહ્યા બાદ આ ભાવ અંગે ગુજરાતના અન્ય યાર્ડમાં થતી હરાજીમાં સૌથી ઉંચા ભાવ હોવાની બાબત પ્રકાશમાં આવી હતી. આમ હાપા યાર્ડમાં ગત વર્ષે પણ ખેડૂતોને સૌથી ઉંચા ભાવ મળ્યા હતાં અને આજે શરૂ થયેલી હરરાજીમાં ખેડૂતોની જણસના ભાવ હાયેસ્ટ રહ્યા હતાં. 

ખેડુતોને ઉંચા ભાવ મળતા અન્ય ખેડૂતો પણ તેઓની મગફળીનો જથ્થો હાપા યાર્ડમાં વેંચવા માટે આકર્ષીત થયા છે. હાપા યાર્ડમાં આજે આરંભાયેલી હરાજીમાં ખેડૂતની અંદાજીત 175 મણ મગફળીનો જથ્થો કમીશન એજન્ટ લવજી દામજી રહ્યા હતાં અને ખરીદનાર પાબારી એન્ડ કંપની રહેવા પામી હતી તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news