ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં કરી લૉકડાઉનની સ્થિતિની સમીક્ષા

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ અમદાવાદના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને લૉકડાઉનની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.   

Updated By: Apr 2, 2020, 08:31 PM IST
 ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં કરી લૉકડાઉનની સ્થિતિની સમીક્ષા

અમદાવાદઃ ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ અમદાવાદ શહેરમાં લૉકડાઉન સંદર્ભે અમલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લીધી હતી. ગૃહરાજ્ય મંત્રીએ અમદાવાદ શહેરના ચંડોળા, જુહાપુરા, દાણીલીમડા તથા અન્ય વિસ્તારોની મુલાકાત લઇ લોક ડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ સાથે તેમણે શાસ્ત્રી બ્રિજ, પિરાણા રોડ, ખોડિયારનગર ચાર રસ્તા, દાણીલીમડા ચાર રસ્તા, શાહ આલમ ટોલનાકા, કાંકરિયા ગેટ -1' 
ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇકા ક્લબ દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, કૃષ્ણબાગ ચારરસ્તા, જવાહર ચોક, હીરાભાઈ ટાવર,  ઘોડાસર કેનાલ રોડ, સ્મૃતિ મંદિર, નિગમ સોસાયટી, રામોલ ચોકડી, ઓઢવ, નિકોલ, ઠકકરનગર ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તા, નરોડા પાટીયાથી ગેલેક્ષી ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે ડ્રોન દ્વારા સર્વેલન્સ સંદર્ભે કામગીરીની પણ સમીક્ષા કરી હતી. 

લૉકડાઉન પૂરુ ન થાય ત્યાં સુધી ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી ઘરમાં જ કરોઃ ડીજીપી શિવાનંદ ઝા  

ગુજરાતમાં કોરોના વાયરસના 88 કેસ નોંધાયા
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 88 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના વાયરસને કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર