લૉકડાઉન પૂરુ ન થાય ત્યાં સુધી ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી ઘરમાં જ કરોઃ ડીજીપી શિવાનંદ ઝા
રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે, જે લોકો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશે તેની ધરપકડ કરવામાં આવશે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં લૉકડાઉનની પરિસ્થિતિ પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે લોક ડાઉન કડક અમલ કરવાની સૂચના પોલીસ વિભાગના અધિકારીઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવા માટે વોલેન્ટિયર મદદ લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર તરફથી દિલ્લી મસ્જિદની ઘટના લઇ ચેકીગ ચાલુ છે. સુરતમાં અને અમદાવાદમાંથી 12 લોકો પકડવામાં આવ્યા છે.
શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ 25 ગુના દાખલ કરી કુલ 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન કોઈપણ ધાર્મિક તહેવાર કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન ન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, લૉકડાઉન સુધી ત્યાં સુધી ધાર્મિક કાર્યક્રમની ઉજવણી ઘરમાં જ કરો. ધાર્મિક વડાઓને પણ વિનંતી છે કે lockdown પૂરું ન થાય ત્યાં સુધી ધર્મસ્થળો બે-ત્રણ થી વધારે લોકો ભેગા ન થાય તેનું પણ ધ્યાન રાખે. જો કોઈ ધર્મ સ્થળ પર બે-ત્રણથી વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડાએ કહ્યું , લૉકડાઉન જાહેર નામાનો ભંગ કરવા બદલ કુલ 1156 ગુના નોંધાયા છે. જેમાં 1990 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો 5707 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે