શું આ રીતે ગુજરાતના ખેડૂતોને ચૂકવાશે વળતર? અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી કરી રહ્યા છે સર્વેનું નાટક

રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે એક વલસાડ જિલ્લાના બાગાયત અધિકારીઓ એસી ઓફિસમાં બેસી સર્વેનું નાટક કરી રહ્યા છે.

શું આ રીતે ગુજરાતના ખેડૂતોને ચૂકવાશે વળતર? અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી કરી રહ્યા છે સર્વેનું નાટક

નિલેશ જોશી/વાપી: રાજ્યમાં બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થયું હોવાથી ખેડૂતોને આ વખતે પણ નુકસાની નો ફટકો પડી રહ્યો છે. એવા સમયે સરકાર દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે એક વલસાડ જિલ્લાના બાગાયત અધિકારીઓ એસી ઓફિસમાં બેસી સર્વેનું નાટક કરી રહ્યા છે.

છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટો અને વાદળછાયા વાતાવરણ સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા કમોસમી વરસાદથી ફરી વખત કેરીના પાકમાં નુકસાન થઈ રહ્યું છે. આથી ખેડૂતોને આ વર્ષે પણ પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. આથી જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. 

વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને થયેલા નુકસાનીનું સર્વે કરી ખેડૂતો અને જિલ્લા ના ભાજપના જ 3 ધારાસભ્યો ખેડૂતો ને વળતર આપવાની માંગ થઈ હતી. જો કે એક બાજુ વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીમાં મોટું નુકસાન થયું હોવાનું સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં કેરીના પાકમાં જેટલા મોર હતા આવ્યા તેટલા મોર આ વખતે આવ્યા હતા અને આ વખતે પાક થાય તેવી આશા ખેડૂતો સવી રહ્યા હતા પરંતુ માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠા એ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂતોના મતે 30 થી 40% પાક ચાર દિવસમાં બરબાદ થઈ ગયો હતો. તો બીજી બાજુ માત્ર એસી ચેમ્બરમાં બેસી અને સરકારને રિપોર્ટ કરતાં અધિકારીઓ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરીના પાકને કોઈ નુકસાન ન થયું હોવાના દાવા કરી રહ્યા છે.

વલસાડ જિલ્લા બાગાયત વિભાગના અધિકારીઓના દાવા મુજબ તેઓએ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક સર્વે પણ કરી લીધો છે. તેમની આ તપાસ દરમિયાન જિલ્લામાં માત્ર બે જ ગામોમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. બાકીના વિસ્તારમાં કોઈપણ જાતનું નુકસાન ન થયું હોવાનું બાગાયત વિભાગના અધિકારીઓ દાવો કરી રહ્યા છે.

એસી ઓફિસમાં બેસી સરકાર સમક્ષ રિપોર્ટ રિપોર્ટ રમતા અધિકારીઓના દાવાઓને લઈ વલસાડ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાગાયત વિભાગે જિલ્લામાં કોઈ પણ જાતનું નુકસાન ન થયું હોવાનો દાવો કરે છે. તેની સામે વલસાડ જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું છે કે દસ દિવસ અગાઉ થયેલા કમોસમી વરસાદમાં પણ કેરીના પાકને 25થી 30 ટકા જેટલું નુકસાન થયું હતું. 

ત્યારબાદ આથી જિલ્લાના ખેડૂતોએ બાગાયત વિભાગના અધિકારીઓને ઓફિસની બહાર નીકળી અને ખેડૂતોની વાડીએ સુધી પહોંચી ,સાચો સર્વે કરી સરકાર સમક્ષ વલસાડ જિલ્લાના ખેડૂતો ની માગ પહોચાડે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકે એ પણ ઉમરગામના અચ્છારી ગામે રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે ખેડૂતોએ પોતાની આપનીતિ સંભળાવી હતી અને રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે કે કેરીના ભાગને ઘણું બધું નુકસાન થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news