બ્લેક ફંગસની મહામારીમાં શુ સાવધાની રાખવી, એક્સપર્ટસ તબીબોએ આપી આ મહત્વની માહિતી

ગુજરાતમાં પહેલીવાર 15 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ સગીરનુ ઓપરેશન કરીને તેનુ જમણું તાળવુ અને દાંત કાઢવા પડ્યા છે. ભારત હાલ એક મોરચે બે મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે અણધારી આવેલી આ આફત સામે કેવી રીતે લડવું તેની માહિતી ઝી 24 કલાકે એક્સપર્ટસ તબીબો પાસેથી મેળવી છે. 

બ્લેક ફંગસની મહામારીમાં શુ સાવધાની રાખવી, એક્સપર્ટસ તબીબોએ આપી આ મહત્વની માહિતી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પહેલીવાર 15 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ સગીરનુ ઓપરેશન કરીને તેનુ જમણું તાળવુ અને દાંત કાઢવા પડ્યા છે. ભારત હાલ એક મોરચે બે મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે અણધારી આવેલી આ આફત સામે કેવી રીતે લડવું તેની માહિતી ઝી 24 કલાકે એક્સપર્ટસ તબીબો પાસેથી મેળવી છે. 

આ લક્ષણો દેખાય તો ઈએનટી 
ડો. નીતિન શર્માનું કહેવુ છે કે, બાળકોમાં કોમોર્બિટ બીમારી હોય તો તેને ફંગસ લાગવાની શક્યતા હોઈ શકે છે. મ્યુકોરમાઈકોસિસ માટે સાવચેતી રાખવાની બહુ જ જરૂરી છે. બ્લેક ફંગસ પહેલા સાયનસ, પછી આંખ અને પછી બ્રેઈન સુધી પહોંચી. તે ફેટલ ડેન્જરસ ડિઝીઝ કહેવાય. માથામાં કોઈ જાતનો દુખાવો થાય, આંખમાં દુખાવો થાય અથવા નાકમાંથી લોહી આવે અથવા અન્ય કોઈ સ્ત્રાવ થાય અથવા દાંતમાં દર્દ થાય તો તરત ઈએનટી સર્જનને મળવુ જોઈએ. આઁખની પાસે સોજો થઈ જાય તો પણ તબીબને બતાવવું. કોઈ નાના લક્ષણ દેખાય તો પણ રાહ ન જુઓ. તે જલ્દીથી ફેલાતો ફઁગસ છે.  

કોરોના બાદ શું ધ્યાન રાખવું 
આઁખના નિષ્ણાત ડો.રૂપાન્દે પટેલ જણાવે છે કે, મ્યુકોરમાઈકોસિસ પહેલે પણ હતો. તે જ્વલ્લે જ જોવા મળતો હતો. કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે. કોરોના ડાયાબિટીસમાં ઈન્સ્યુલિન ડિસ્ટર્બ કરે છે. તેથી ડાયાબિટીસ માટેની દવા, ઓક્સિજન, સ્ટીરોઈડ અપાય છે. પણ તેનું મોડરેશન જરૂરી છે. તેથી તેના કેસ વધી ગયા છે. 

બરાબર બ્રશ કરો 
કોરોના થયા બાદ મ્યુકોરમાઈકોસિસ ન થાય તે માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. કોરોના થયો હોય એમને વારંવાર નાક સાફ કરી તેને તપાસતા રહેવુ જોઈએ. બરાબર બ્રશ કરવો જોઈએ. નાક અને આંખમાં ફંગસ પહોંચે એ ખૂબ મોડું થઇ ગયું કહેવાય. કોરોના થયા બાદ વારંવાર નાકમાં બ્લેક ફંગસ આવે છે કે નહિ તે ચકાસો. જરૂરી લક્ષણો દેખાય એટલે તરત જ નિષ્ણાતોની મદદ લેવી.

x

કોરોના બાદ નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે તો ડોક્ટરને બતાવો 
જાણીતા ઈએનટી (સ્કલ બેઝ સર્જન) ડો. નીતિન શર્મા કહે છે કે, હમણા સુધી આપણે માનતા હતા કે ડાયાબિટીસ અને કોમોર્બિટમાં મ્યુકોર થતુ હતું. પણ કોરોનાની બીજી લહેરમાં એડલ્ટમાં મ્યુકોર જોવા મળ્યો છે. પવન અને શ્વાસ સાથે નાકમાં તે એન્ટર થાય છે. તેથી તે નાકમાં જન્મ લે છે. સાયનસમાં ફેલાય છે, ત્યાંથી આંખમાં, આંખથી મગજ અને ફેફસા સુધી પહોંચી જાય છે. તેથી લોકોએ કોઈ પણ પ્રકારના ઓવર ક્રાઉડમાં ન જવુ હિતાવહ છે. કોરોનાને લગતી બધી જ સાવધાની રાખવાની જરૂરી છે. જો કોરોના ના થાય તો સેકન્ડરી કોમ્પ્લીકેશન ન થાય. તરુણોમાં મ્યુકોરના કોઈ અલગ લક્ષણો નથી. વૃદ્ધો અને તરુણોને સરખા લક્ષણો છે. નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે ત્યારે તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું. કોરોના થયા બાદ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news