સામાન્ય ગૃહકલેશનો કરુણ અંજામ, વૃદ્ધ પતિએ જ જીવનસંગીનીના શ્વાસ છીનવી લીધા

સામાન્ય ગૃહકલેશનો કરુણ અંજામ, વૃદ્ધ પતિએ જ જીવનસંગીનીના શ્વાસ છીનવી લીધા

ગૃહકંકાશ આમ તો સાર્વજનિક અને સમાજિત સમસ્યા છે. એમા પણ હાલ જોઈએ તો આ સમસ્યા વધી ગઈ છે. નાની નાની બાબતોમાં ગૃહકંકાશ ચરમસીમાએ પહોંચી જાય છે. આવું જ કઈંક ભુજ તાલુકાના માધાપર ગામે જોવા મળ્યું છે. ગતરાત્રીના ઘરેલુ ઝઘડામાં 73 વર્ષના વૃદ્ધે આવેશમાં આવી જઈને તેમની 65 વર્ષની પત્નીની હત્યાની ઘટના ઘટી બી ડિવિઝન પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીના પુત્રની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરી છે. 

બનાવની વિગત મુજબ 73 વર્ષના શાંતિલાલ સોની અને તેમના 65 વર્ષના પત્ની લીલાબેન વર્ષોથી દાંપત્યજીવન જીવતા હતાં. સંતાનમાં તેમને બે પુત્ર અને એક પુત્રી છે. પુત્રીના લગ્ન લાખોંદ ગામે કરાવ્યા છે જ્યારે વૃદ્ધ દંપત્તિ પુત્રના લગ્ન બાદ પણ સયુંક્ત પરિવારમાં રહેતા હતાં. જેમ અન્ય પરિવારોમાં જોવા મળે છે તેમ જનરેશન ગેપના કારણે સયુંક્ત પરિવારમાં ગૃહકલેશ વધવા લાગતા પુત્રોએ માતા અને પિતાથી અલગ થવામાં યોગ્ય માન્યું અને જુદા રહેવા જતા રહ્યાં હતાં. 

જો કે આમ છતાં લીલાવતી બહેન મોટાભાગે પોતાનો સમય પુત્રોના ઘરે વિતાવતા હતાં અને પોલીસ તપાસમાં મળેલી માહિતી મુજબ આ વૃદ્ધ દંપત્તિને વર્ષોથી મતભેદો પણ હતાં. શાંતિલાલ સ્વભાવે શિસ્તના આગ્રહી એટલે કે કડક સ્વભાવના હતાં જ્યારે લીલાબહેનનો સ્વભાવ પણ એવો જ હતો. પતિ પત્ની વચ્ચે ચકમક ઝર્યા જ કરતી હતી. આ જ ચકચક ઉગ્ર ઝઘડામાં પરિણમી અને આખરે પતિએ પત્નીની હત્યા કરી નાખી. 

પોલીસ તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ દંપત્તિ વચ્ચે નજીવી બાબતે ઝઘડો શરૂ થયો હતો. ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ અને શાંતિલાલે ઉશ્કેરાઈને પત્નીને જોરથી ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતાં. ઉગ્ર આવેશમાં આવી જઈને શાંતિલાલે પત્નીનું મોઢું ઓશીકાથી દાબી દીધુ હતું. પત્નીનો શ્વાસ રૂંધાઈ ગયો ત્યાં સુધી તેઓ નીચે ઉતર્યા નહીં. 

સવારે જ્યારે પુત્રો ઘરે આવ્યાં ત્યારે માતાની લાશ પડી હતી. પુત્રોએ માતાની હત્યા વિશે વિગતો જાણતા હેબતાઈ ગયા હતાં. કારણ કે હત્યા કરનાર પિતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news