મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ માટે મુશરર્ફે ખુલ્લેઆમ જાહેર કર્યો 'પ્રેમ'

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફે  કાશ્મીરમાં 'જેહાદ' ચલાવવામાં હાફિઝ સઈદની ભૂમિકાનું સમર્થન કર્યું છે. 

  • જમાત ઉદ દાવાનું  સમર્થન કરું છું-પરવેઝ મુશરર્ફ
  • તેમણે કહ્યું કે લશ્કર અને જમાત ઉદ દાવા પણ તેમને પસંદ કરે છે.
  • સ્વીકાર્યું કે તેઓ હાફિઝને અનેકવાર મળેલા છે.

Trending Photos

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ માટે મુશરર્ફે ખુલ્લેઆમ જાહેર કર્યો 'પ્રેમ'

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફે ફરી એકવાર આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને લઈને સહાનુભૂતિ દર્શાવી છે અને કાશ્મીરમાં 'જેહાદ' ચલાવવામાં તેની ભૂમિકાનું સમર્થન કર્યું છે. 

પરવેઝ મુશરર્ફે પાકિસ્તાનના ARY News સાથે વાતચીતમાં જણાવ્યું કે ''હું હાફિઝ સઈદને પસંદ કરું છું' અને તેમના સંગઠન જમાત-ઉદ-દાવાનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટપણે કહી દીધુ કે તેઓ લશ્કર એ તૈયબાના મોટા સમર્થક છે. તેમણે કહ્યું કે 'હું જાણું છું કે લશ્કર અને જમાત ઉદ દાવા પણ મને પસંદ કરે છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે હું સઈદને અનેકવાર મળ્યો છું.' પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે 'અમે હંમેશા કાશ્મીરમાં કાર્યવાહી અને ભારતીય સેનાને દબાવવાના પક્ષમાં રહ્યાં છીએ. લશ્કર ખુબ મોટી 'સેના' છે અને ભારતે અમેરિકા સાથે ભાગીદારી કરીને તેમને આતંકીઓ તરીકે જાહેર કર્યા છે. હાં.. લશ્કર કાશ્મીરમાં સક્રિય છે.'

આ અગાઉ  જનરલ પરવેઝ મુશરર્ફે 2008માં મુંબઈ આતંકી હુમલામાં જમાત ઉદ દાવા અને હાફિઝ સઈદનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો. આ હુમલામાં 168 લોકો માર્યા ગયા હતાં. તેમણે કહ્યું હતું કે  '26/11ના હુમલા પાછળ સઈદનો હાથ હોય તેવું મને લાગતું નથી. પાકિસ્તાનમાં અમે તેમને એક આતંકવાદી ગણતા નથી.'

ઉલ્લેખનીય છે કે ગત 24 નવેમ્બરે જ પાકિસ્તાને પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ અને 2008ના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોર હાફિઝ સઈદનો નજરકેદમાંથી છૂટકારો કર્યો હતો. તે ચાલુ વર્ષ જાન્યુઆરીથી નજરકેદમાં હતો. સઈદને મુંબઈ આતંકી હુમલાની નવમી વરસી પહેલા છોડવામાં આવ્યો. છૂટકારાના થોડા સમય બાદ સઈદે ભારત વિરોધી ભાષણમાં કહ્યું હતું કે તે કાશ્મીર મુદ્દા માટે દેશભરમાંથી લોકોને ભેગા કરશે. 

— ANI (@ANI) November 29, 2017

આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે જમાત-ઉદ-દાવા પ્રમુખ પર અમેરિકાએ એક કરોડનું ઈનામ પણ જાહેર કરી રાખ્યું છે. ભારતે સઈદના છૂટકારાના ન્યાયિક બોર્ડના ફેસલા પર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું હતું કે આ ફેસલો પ્રતિબંધિત આતંકીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પાકિસ્તાનનો પ્રયત્ન અને સરકાર આ પ્રકારના તત્વોને સતત સમર્થન આપે છે તે દર્શાવે છે. અમેરિકાએ પણ પાકિસ્તાનની સરકારને કહ્યું કે તે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને તેમના અપરાધો માટે ફરીથી પકડે અને આરોપી બનાવે. અમેરિકા બાદ ફ્રાન્સે પણ હાફિઝ સઈદના છૂટકારાને લઈને પાકિસ્તાનને પોતાની નાખુશી પ્રદર્શિત કરી હતી. 

વાત જાણે એમ છે કે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદે આતંકીઓની સૂચિમાંથી પોતાનું નામ હટાવવા માટે સયુંક્ત રાષ્ટ્રમાં અરજી દાખલ કરી છે. તેણે એવી દલીલ કરી છે કે તેની વિરુદ્ધ પાકિસ્તાની કોર્ટમાં આતંકવાદનો કોઈ આરોપ સાબિત થઈ શક્યો નથી. પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના પ્રમુખ પર આતંકી ગતિવિધિઓ માટે અમેરિકાએ એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કરી રાખ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news