સુરતના પાંડેસરામાં ટેક્ષ કન્સલટન્ટ યુવકનાં ક્રેડીટ કાર્ડમાંથી 2.30 લાખનું બારોબાર ટ્રાન્જેક્શન

શહેરના વડોદગામ ખાતે રહેલા ટેક્ષ કન્સલટન્સના ક્રેડીટ કાર્ડના ડેટાની ચોરી કરીને ભેજાબાજો દ્વારા અડધા કલાકમાં જ અલગ અલગ 23 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં કુલ રૂપિયા 2.30 ટ્રાન્સફર કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. વડોદગામ પાયોનિયર ડ્રીમ્સમાં રહેતા ટેક્ષ કન્સલટન્ટ વિષ્ણુભાઇ બાલકૃષ્ણ રૂમાલવાલા (ઉ.વ 22)  એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તેમની લિમીટ રૂપીયા 3 લાખની છે. ગત્ત 1 નવેમ્બરે મોડી રાત્રે સવાત્રણથી પોણા ચાર વાગ્યાના અરસામાં કોઇ ભેજાબાજ દ્વારા વિષ્ણુભાઇના ક્રેડીટ કાર્ડમાંથી 23 અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 2.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવાયા હતા. 
સુરતના પાંડેસરામાં ટેક્ષ કન્સલટન્ટ યુવકનાં ક્રેડીટ કાર્ડમાંથી 2.30 લાખનું બારોબાર ટ્રાન્જેક્શન

સુરત : શહેરના વડોદગામ ખાતે રહેલા ટેક્ષ કન્સલટન્સના ક્રેડીટ કાર્ડના ડેટાની ચોરી કરીને ભેજાબાજો દ્વારા અડધા કલાકમાં જ અલગ અલગ 23 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં કુલ રૂપિયા 2.30 ટ્રાન્સફર કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. વડોદગામ પાયોનિયર ડ્રીમ્સમાં રહેતા ટેક્ષ કન્સલટન્ટ વિષ્ણુભાઇ બાલકૃષ્ણ રૂમાલવાલા (ઉ.વ 22)  એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તેમની લિમીટ રૂપીયા 3 લાખની છે. ગત્ત 1 નવેમ્બરે મોડી રાત્રે સવાત્રણથી પોણા ચાર વાગ્યાના અરસામાં કોઇ ભેજાબાજ દ્વારા વિષ્ણુભાઇના ક્રેડીટ કાર્ડમાંથી 23 અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 2.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવાયા હતા. 

દરેક ટ્રાન્ઝેક્શન રૂપિયા 10 હજારનું થયું હતું અને તમામ એમેજોન સેલર સર્વિસીસ મુંબઇ ટ્રાન્સફર થયા હતા. વહેલી સવારે મોબાઇલમાં આવેલા આ મેસેજ જોઇને વિષ્ણુભાઇ ચોંકી ઉઠ્યા હતા. વિષ્ણુભાઇએ કોઇ ટ્રાન્ઝેક્શન કર્યું નહી હોવા છતા તેની જાણ બહાર બારોબાર ટ્રાન્ઝેક્શન થતા નેટ બેંકિંગ સુવિધા દ્વારા ક્રેડીટ કાર્ડ બ્લોક કરી દીધો તો. કોઇ ભેજાબાજે તેમના ક્રેડિટ કાર્ડના ડેટાની ચોરી કરી કે અન્ય કોઇ માધ્યમથી માહિતી મેળવી કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કુલ રૂપિયા 2.30 લાખ અન્ય ખાતા કે વોલેટમાંથી ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. 

અલથાણ ભીમરાડ કેનાલ રોડ સેન્ટોસા હાઇટ્સમાં રહેતા રાજસ્થાનના વતની અને સિવિલ ચાર રસ્તા પાસે સેન્ટર પોઇન્ટમાં ચાર્ટેડ એકાઉન્ટની ઓફિસ ધરાવતા વિરેન્દ્રકુમાર મથુરાપ્રસાદ સિંઘલ (ઉ.વ 49) નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બેંક ઓફ બરોડામાં કરન્ટ એકાઉન્ટ ધરાવે છે. વિરેન્દ્રકુમારના ખાતામાંથી 27મી જાન્યુઆરીના રોજ 3.40 લાખ કપાઇ ગયા હતા. ખાતામાંથી પૈસા ઉપડી ગયાનો મેસેજ આવતા વિરેન્દ્રકુમારના મોબાઇલમાં આવેલ ઓ.ટી.પી અથવા મેઇલ આઇડી પરતી ઓટીપી મેળવી પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે. પોલીસે વિરેન્દ્રકુમાર ફરિયાદ લઇ અજય પનવર સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news