જો આ સમગ્ર પ્રોજેક્ટનો અમલ ગુજરાતમાં કરવામાં આવે તો જળસ્તર ફરી ઉંચા આવશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વિવિધ ગામોની મુલાકાતે પહોચ્યા હતા. લાઠી તાલુકાના દુધાળા, કેરીયા અને હરસુરપુર દેવળીયા ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલ જળસંચયની કામગીરી નિહાળી હતી અને આ કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે કામગીરીને બિરદાવી પણ હતી.

જો આ સમગ્ર પ્રોજેક્ટનો અમલ ગુજરાતમાં કરવામાં આવે તો જળસ્તર ફરી ઉંચા આવશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વિવિધ ગામોની મુલાકાતે પહોચ્યા હતા. લાઠી તાલુકાના દુધાળા, કેરીયા અને હરસુરપુર દેવળીયા ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલ જળસંચયની કામગીરી નિહાળી હતી અને આ કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે કામગીરીને બિરદાવી પણ હતી.

લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચેક વર્ષથી થઈ રહેલી જળસંચયની અદ્ભુત કામગીરીના કારણે આ વિસ્તારની જાણે કે કાયાપલટ થઈ ગઈ છે. ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાની આર્થિક મદદ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત બહુ મોટા વિસ્તારમાં જળસંગ્રહ થઈ રહ્યો છે. આ કામગીરી નિહાળવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા હતા. સવજીભાઈ ધોળકીયા સાથે તેઓએ જળસંગ્રહ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરીને ખુશી વ્યક્ત કરી હતી. દુધાળા ખાતે આવેલી હેતની હવેલી ખાતે તેઓએ ગ્રામજનો સાથે નાનકડી મુલાકાત કરી હતી. આ કામગીરીની પ્રશંસા કરવાની સાથે જન આશીર્વાદ માગ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ મુલાકાત અંગે વાત કરતાં સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું કે, લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળસંચય અભિયાનથી મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમની સાથે રહેલા અધિકારીઓને સુચના પણ આપી હતી કે આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં થાય તો જમીનની પાણી ઉંચા આવી શકે છે. અમરેલી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની કામગીરી થઈ રહી છે પરંતુ લાઠી તાલુકામાં થયેલી કામગીરી નમુનારૂપ છે, આજે મુખ્યમંત્રીની આ મુલાકાતથી અમરેલી જિલ્લાના લોકોને જળસંચય અભિયાનમાં બળ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news