Elon Musk's Warning: શું ટ્વિટર સાથે ડીલ તોડી દેશે એલન મસ્ક? આપી મોટી ચેતવણી

Elon Musk's Warning: એલન મસ્કે સોમવારે ટ્વિટરને લખેલા એક પત્રમાં ચેતવણી આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું કે એલન મસ્ક પાસે વિલય સમજુતી સમાપ્ત કરવાના બધા અધિકાર સુરક્ષિત છે. 

Elon Musk's Warning: શું ટ્વિટર સાથે ડીલ તોડી દેશે એલન મસ્ક? આપી મોટી ચેતવણી

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક ટ્વિટરના અધિગ્રહણ કરવાની જાહેરાત બાદ સતત ચર્ચામાં છે. પરંતુ ટેસ્લાના સીઈઓ હવે ટ્વિટર અધિગ્રહણ માટે પોતાના 44 બિલિયન ડોલરના સોદાથી દૂર જઈ શકે છે, જો કંપની સ્પેમ અને ફેક એકાઉન્ટ પર ડેટા આપવામાં નિષ્ફળ રહે છે. મસ્કે સોમવારે એક પત્રમાં કંપનીને ચેતવણી આપી છે.  પત્રમાં કહેવામાં આવ્યું કે ટ્વિટર પોતાની જવાબદારીના 'સ્પષ્ટ સામગ્રી ઉલ્લંઘન'માં હતું અને મસ્કની પાસે વિલય સમજુતીને સમાપ્ત કરવાના બધા અધિકાર સુરક્ષિત છે. 

આ પહેલાં ટ્વિટરે મસ્કની ડીલને હોલ્ડ પર રાખવાની ચેતવણીને નજરઅંદાજ કરી દીધી હતી. ટ્વિટરનું માનવું હતું કે ડેટા મસ્કની ટ્વિટરની માલિકી માટે તૈયારી કરવામાં મદદ કરશે ન કે યોગ્ય પરિશ્રમ કરવા અને વાતચીતને ફરી ખોલવા માટે. મહત્વનું છે કે મસ્કે આ પહેલાં કહ્યું હતું કે તે આ ડીલને અસ્થાયી રૂપે રોકી દેશે. 

મસ્કના પત્ર અનુસાર ટ્વિટર વિલય સમજુતી હેઠળ પોતાની જવાબદારીનું પાલન કરવામાં પારદર્શી રૂપથી ઇનકાર કરી રહ્યું છે, જેનાથી તે શંકા ઉભી થઈ રહી છે કે કંપની રિક્વેસ્ટેડ ડેટા રોકી રહી છે. એલન મસ્કના વકીલોએ પત્રમાં કહ્યું- ટેસ્લાના સીઈઓ સ્પષ્ટ રૂપથી વિનંતી કરેલા ડેટાના હકદાર છે જેથી તેને ટ્વિટરના વ્યવસાયને કબજામાં બદલવા અને તેના વ્યવહાર ધિરાણની સુવિધા માટે તૈયાર કરી શકાય.

ટ્વિટર ડીલ બાદ મસ્ક સ્પષ્ટ કરી ચુક્યા છે કે માઇક્રોબ્લોગિંગ સાઇટની ડીલ ત્યારે આગળ વધશે જ્યારે તેના પર સ્પેમ એકાઉન્ટ 5 ટકાથી ઓછા હોય. મસ્કનું કહેવું છે કે ટ્વિટર પર હાજર 22.9 કરોડ જેટલા એકાઉન્ટમાંથી ઓછામાં ઓછા 20 ટકા એકાઉન્ટ સ્પેમ બોટ દ્વારા સંચાલિત થઈ રહ્યાં છે. જે ટ્વિટરના દાવા કરતા વધારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news